Ukai Kakrapar Multipurpose Project દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈકાકરાપાર બહુહેતુક યોજના સિંચાઈ, વીજ પુરવઠો અને પીવાના પાણીની જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર

Ukai Kakrapar Multipurpose Project ૬૦૦ ચોરસ કિલોમીટરમાં પથરાયેલા જળાશયથી ૩.૩૧ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ, હરિત ઊર્જા ઉત્પાદનમાં મોટું યોગદાન

by Krishna
Ukai Kakrapar Multipurpose Project   દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈકાકરાપાર બહુહેતુક યોજના સિંચાઈ, વીજ પુરવઠો અને પીવાના પાણીની જરૂરિયાતોનું મુખ્ય કેન્દ્ર

 

News Continuous Bureau | Mumbai

Ukai Kakrapar Multipurpose Project South Gujarat Lifeline તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે નિર્મિત ઉકાઈકાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. ભારતની સૌથી મોટી બહુહેતુક યોજનાઓમાં (Multipurpose Projects) સ્થાન ધરાવતી આ યોજના તાપી નદી પર બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવી હતી. આ યોજના માત્ર સિંચાઈ જ નહીં પરંતુ વીજ ઉત્પાદન અને પીવાના પાણી માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

Ukai Kakrapar Multipurpose Project – યોજનાનો ઇતિહાસ અને વિશાળ જળ સંગ્રહ ક્ષમતા

ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં વર્ષ ૧૯૪૯થી આ યોજનાનો પાયો નંખાયો હતો. ૧૯૬૨માં રાજ્ય સરકારની મંજૂરી બાદ ૧૯૭૨માં ઉકાઈ બંધનું (Ukai Dam) નિર્માણ પૂર્ણ થયું હતું. અંદાજે ૬૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ ૭,૪૯૭ મિલિયન ઘન મીટર છે. આ જળાશયથી ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ૩,૩૧,૫૫૭ હેક્ટર જમીનને સિંચાઈનો સિંહફાળો મળે છે.

Ukai Kakrapar Multipurpose Project – હરિત ઊર્જા ઉત્પાદન અને ઔદ્યોગિક જળ વ્યવસ્થાપન

આ બહુહેતુક યોજનાથી ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના (Ukai Thermal Power Plant) ૧૧૧૦ મેગાવોટ, હાઈડ્રો પાવર પ્લાન્ટના ૩૦૫ મેગાવોટ અને કાકરાપાર અણુ મથકના ૧૮૪૦ મેગાવોટ પાવર જનરેશન માટે પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના વિવિધ જીઆઈડીસી (GIDC) એકમો, પેપર મિલો અને સુગર ફેક્ટરીઓને પણ ઉકાઈ જળાશયમાંથી જ ઔદ્યોગિક પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

Ukai Kakrapar Multipurpose Project South Gujarat Lifeline – પીવાના પાણીની સુવિધા અને તાપી નદીનું મહત્વ

મધ્યપ્રદેશમાંથી નીકળતી તાપી નદી (Tapi River) ગુજરાતમાં ૨૧૪ કિલોમીટર વહે છે. ઉકાઈ યોજનાના કમાન્ડ વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે લાખો નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે. મુખ્યમંત્રી અને જળ સંપત્તિ મંત્રીના માર્ગદર્શન હેઠળ આ યોજના પૂર નિયંત્રણ, સિંચાઈ અને સર્વાંગી વિકાસ માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More