News Continuous Bureau | Mumbai
Yash Bodyguard For Kiara Advani સાઉથના સુપરસ્ટાર રોકિંગ સ્ટાર યશ (Rocking Star Yash) અને બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) આગામી ફિલ્મ ‘ટોક્સિક એ ફેરીટેલ ફોર ગ્રોનઅપ્સ’ (Toxic A Fairy Tale for Grownups) દ્વારા મોટા પડદે ધમાલ મચાવવા જઈ રહ્યા છે. મુંબઈમાં યોજાયેલા ભવ્ય ઓડિયો લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન યશે ખુલાસો કર્યો હતો કે શૂટિંગ દરમિયાન કિયારા પ્રેગ્નન્ટ હોવા છતાં તેણે ૧૦૦ ટકા સમર્પણ સાથે કામ કર્યું હતું. યશ અને ફિલ્મના ડિરેક્ટર ગીતુ મોહનદાસ સેટ પર કિયારાની કાળજી લેવા માટે બાઉન્સર અને બોડીગાર્ડની ભૂમિકા ભજવતા હતા.
Yash Bodyguard For Kiara Advani – પ્રેગ્નન્સી અને મુશ્કેલ સીન્સ દરમિયાન સેટ પર રાખવામાં આવી ખાસ કાળજી
ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન યશે જણાવ્યું હતું કે, કિયારા અત્યંત પ્રોફેશનલ અને ડેડિકેટેડ એક્ટ્રેસ છે. વરસાદના મુશ્કેલ સીક્વન્સથી લઈને એક્શન સીન્સ સુધી કિયારાએ પૂરા કમિટમેન્ટ સાથે શૂટિંગ પૂર્ણ કર્યું હતું. યશે હળવા અંદાજમાં કહ્યું કે, જ્યારે કિયારા પ્રેગ્નન્ટ હતી ત્યારે તે પોતે અને ડિરેક્ટર ગીતુ મોહનદાસ સતત ચિંતામાં રહેતા હતા અને સેટ પર તેમની સુરક્ષા તથા આરામનું પૂરું ધ્યાન રાખીને બોડીગાર્ડની જેમ સાથે રહેતા હતા.
Yash Bodyguard For Kiara Advani – ટ્રોલિંગ અને ઈન્ટિમેટ સીન્સના વિવાદ પર કિયારાનો કર્યો બચાવ
ઉલ્લેખનીય છે કે ફિલ્મના ‘તબાહી’ ગીતના રિલીઝ બાદ સોશિયલ મીડિયા પર કિયારાને કેટલાક ઈન્ટિમેટ સીન્સને લઈને ટ્રોલ કરવામાં આવી હતી. જોકે, બેંગલુરુમાં યોજાયેલા ટ્રેલર લોન્ચ વખતે યશે પોતાની કો-સ્ટારનો મજબૂત બચાવ કરતાં કહ્યું હતું કે એક કલાકાર તરીકે તમારે લોકોની વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી, તમે જે યોગ્ય માનો છો તે દિલથી કરો, દર્શકો અંતે તમારી મહેનતની પ્રશંસા જ કરશે.
Yash Bodyguard For Kiara Advani – ‘ટોક્સિક’ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ૨૬ ઓગસ્ટે રિલીઝ
ગીતુ મોહનદાસના ડિરેક્શનમાં બનેલી આ હાઈ-વોલ્ટેજ ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં યશ ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં કિયારા અડવાણી સાથે હુમા કુરેશી, રૂકમણી વસંત, તારા સુતરિયા અને નયનતારા જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ અને કેવીએન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ ૨૬ ઓગસ્ટના રોજ કન્નડ, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Auto Taxi Fare Hike મુંબઈમાં મુસાફરી થશે મોંઘી! ઓટોટેક્સીના ભાડા વધારવા પર વિચારણા તેજ; જાણો કેટલો થઈ શકે છે વધારો..