News Continuous Bureau | Mumbai
Gujarat Maritime Tourism પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમ (Maritime Tourism) ને વેગ આપવા માટે રાજ્યની ૧૭ દીવાદાંડીઓ (Lighthouses) ને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
Gujarat Maritime Tourism – ૧૭ લાઇટહાઉસ ખાતે આધુનિક પ્રવાસન સુવિધાઓનો વિકાસ
દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. માંડવી, રાવલપીર, સમિયાણી, ઓખા, કચ્છીગઢ, પોરબંદર, માંગરોળ, જાફરાબાદ, જેગ્રી, અલંગ, ઘોઘા, હજીરા, વલસાડ ખાડી, ગોપનાથ, વેરાવળ, દ્વારકા અને ઉમરગામ ખાતે આવેલા લાઇટહાઉસ પર પ્રવાસીઓ માટે કૅફેટેરિયા (Cafeteria), સુશોભિત બગીચા, ગઝિબો, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ (Playground), ઍમ્ફિથિયેટર અને લાઇટ ઍન્ડ સાઉન્ડ શૉ (Light and Sound Show) જેવી સવલતો વિકસાવવામાં આવી છે.
Gujarat Maritime Tourism – દરિયાઈ વારસાના સંરક્ષણ સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અનુભવ
મરીન એઇડ્સ ટુ નેવિગેશન ઍક્ટ (Marine Aids to Navigation Act) અંતર્ગત કેન્દ્ર સરકાર લાઇટહાઉસ ટુરિઝમને પ્રોત્સાહન આપી રહી છે. ગુજરાતમાં આ પ્રવાસનને વધુ રોચક બનાવવા માટે દ્વારકા અને ગોપનાથ ખાતે લાઇટહાઉસ મ્યુઝિયમ (Lighthouse Museum) ની સ્થાપના કરવામાં આવી છે. આ મ્યુઝિયમમાં દીવાદાંડીની ટેક્નોલૉજીમાં આવેલા પરિવર્તનો અને ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસની ગાથા પ્રદર્શિત કરવામાં આવે છે, જેથી નવી પેઢી મેરિટાઇમ નેવિગેશનથી પરિચિત થઈ શકે.
Gujarat Maritime Tourism – લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ
આ દીવાદાંડીઓ માત્ર જહાજો માટે નેવિગેશન (Navigation) માં સહાયક જ નથી બનતી, પરંતુ હવે પ્રવાસન અને મનોરંજનના જીવંત કેન્દ્રો બની રહી છે. અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ (National Maritime Heritage Complex – NMHC) પણ નિર્માણાધીન છે, જે દેશના દરિયાઈ વારસાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
👉 આ સમાચાર વાચો:
Dimagi Naxal Strategy મોદી સરકારની ચિંતા વધી, હવે મેદાનમાં આવ્યા ‘દિમાગી નક્ષલ’, અભિજીત દીપકેના આ ફોર્મ્યુલાનો કર્યો ઉપયોગ