Surat Education Board Results and Welfare Schemes નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને RTE યોજના હેઠળ સુરત જિલ્લાના હજારો વિદ્યાર્થીઓને મળ્યો લાભ, બોર્ડ પરીક્ષાઓમાં સુરતે ડંકો વગાડ્યો

Surat Education Board Results and Welfare Schemes શ્રેષ્ઠ પરિણામો સાથે સરકારી યોજનાઓનું સફળ અમલીકરણ સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની નોંધપાત્ર સિદ્ધિ

by kalpana Verat
Surat Education Board Results and Welfare Schemes  નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને RTE યોજના હેઠળ સુરત જિલ્લાના હજારો વિદ્યાર્થીઓને મળ્યો લાભ, બોર્ડ પરીક્ષાઓમાં સુરતે ડંકો વગાડ્યો

News Continuous Bureau | Mumbai

Surat Education Board Results and Welfare Schemes ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા છેવાડાના વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાસભર શિક્ષણ અને કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના સતત પ્રયાસોના ભાગરૂપે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫૨૬ દરમિયાન નોંધપાત્ર સફળતા હાસલ કરવામાં આવી છે.

Surat Education Board Results and Welfare Schemes – બોર્ડ પરીક્ષાઓમાં સુરત જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

વર્ષ ૨૦૨૫-૨૬ ની બોર્ડ પરીક્ષાઓમાં સુરતે સમગ્ર રાજ્યમાં પ્રશંસનીય પરિણામ મેળવ્યું છે. S.S.C. બોર્ડમાં રાજ્યના ૮૩.૦૮ ટકા સામે સુરતનું પરિણામ ૮૬.૨૦ ટકા રહ્યું છે, જેમાં ૫,૩૯૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. H.S.C. વિજ્ઞાન પ્રવાહમાં ૮૬.૫૦ ટકા પરિણામ સાથે ૨૪૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને સુરતે સતત પાંચ વર્ષથી A1 ગ્રેડમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં ૯૩.૯૭ ટકા પરિણામ સાથે ૧,૬૬૭ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે તથા ૨૭૮ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે.

Surat Education Board Results and Welfare Schemes – નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ કરોડો રૂપિયાની સહાય

વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અમલમાં મુકાયેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ નમો લક્ષ્મી યોજના અંતર્ગત ૧,૦૫,૪૬૦ વિદ્યાર્થીઓને રૂ. ૫૨.૭૩ કરોડથી વધુ રકમ વાલીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. આ ઉપરાંત નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ૧૮,૬૪૪ વિદ્યાર્થીઓને રૂ. ૧૮.૬૪ કરોડથી વધુ સહાય પૂરી પાડવામાં આવી છે.

Surat Education Board Results and Welfare Schemes – RTE યોજના હેઠળ ગ્રાન્ટ અને સહાયનું સીધું વિતરણ

શિક્ષણના અધિકાર (RTE) યોજના અંતર્ગત સુરત શહેરના ૮૯,૭૧૭ વિદ્યાર્થીઓને રૂ. ૨૬.૯૧ કરોડ અને ૧,૦૦૩ શાળાઓને રૂ. ૧૨૨.૬૯ કરોડથી વધુની ગ્રાન્ટનું સફળ વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાઓના સફળ અમલીકરણથી સુરત જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મોટો સકારાત્મક ફેરફાર જોવા મળી રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
BJP National Team Announced લાંબી રાહ જોયા બાદ ભાજપનું નવું પક્ષીય માળખું જાહેર, વસુંધરા રાજે અને સ્મૃતિ ઈરાનીની એન્ટ્રી ; જાણો કોને મળી કઈ જવાબદારી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More