EatClub License Suspended પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી

EatClub License Suspended ખાદ્ય સુરક્ષા અધિકારીઓની દરોડા કાર્યવાહીમાં ગંભીર બેદરકારી સામે આવતા લેવાયા કડક પગલાં

by kalpana Verat
EatClub License Suspended  પ્રખ્યાત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ EatClub નું લાયસન્સ સસ્પેન્ડ, કિચનમાં મળી આવ્યા મોટા ઉંદરો અને ભારે ગંદકી

News Continuous Bureau | Mumbai

EatClub License Suspended ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાં (Food delivery market) જાણીતી બ્રાન્ડ ગણાતી EatClub ની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે ફૂડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કિચનમાં વ્યાપક અનિયમિતતાઓ અને ગંદકી મળવા પર તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

EatClub License Suspended – સરપ્રાઈઝ ઇન્સ્પેક્શન દરમિયાન કિચનમાં ગંભીર બેદરકારી પકડાઈ

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (Food Safety Authority) દ્વારા અચાનક કરવામાં આવેલા સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના ધારાધોરણોની ભયંકર ધજાગિયા ઉડતી જોવા મળી હતી. કંપનીના (Company) મુખ્ય કિચન અને પ્રોસેસિંગ યુનિટમાં સ્વચ્છતાના કોઈપણ નિયમોનું પાલન થતું ન હતું, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે સીધો ખેલ સમાન છે.

EatClub License Suspended – રસોડામાં ઉંદરોનો ઉપદ્રવ અને હાનિકારક ગંદકી

તપાસ દરમિયાન અધિકારીઓને કિચનની અંદર જીવંત ઉંદરો (Rats), વંદા અને ભારે માત્રામાં સડેલી સામગ્રી મળી આવી હતી. રસોડામાં ફૂડ પ્રિઝર્વેશન (Food preservation) અને પેકેજિંગના ધોરણોની અત્યંત અવગણના કરવામાં આવી રહી હતી. ગ્રાહકોને પીરસવામાં આવતા ભોજનની તૈયારી આટલી અસ્વચ્છ અને જોખમી જગ્યાએ થતી હોવાની માહિતી બહાર આવતા જ ખાદ્ય સુરક્ષા વિભાગે તાત્કાલિક ધોરણે કિચન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

EatClub License Suspended – ગ્રાહકોની સુરક્ષા અને કંપનીની જવાબદારી સામે સવાલો

આ ઘટના બાદ ઓનલાઈન ઓર્ડર કરનારા ગ્રાહકોમાં રોષ અને ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે. ફૂડ ડિલિવરી કંપનીઓ (Delivery companies) દ્વારા ક્વોલિટી કંટ્રોલ અને હાઈજીન મેનેજમેન્ટ પર પૂરતું ધ્યાન ન આપવામાં આવતું હોવાની પોલ ખૂલી ગઈ છે. પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કંપની દ્વારા તમામ સ્વચ્છતાના સુરક્ષા ધોરણો (Safety standards) પૂર્ણ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાયસન્સ બહાહલ કરવામાં આવશે નહીં.

👉 આ સમાચાર વાચો:
Raghuram Rajan GDP Criticism આંકડામાં ગડબડ… મોદી સરકારના જીડીપી ગ્રોથ પર આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો મોટો સવાલ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More