Gujarat CM 5 Years સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બનશે દેશનું અગ્રણી ‘ડેટા સેન્ટર હબ’

Gujarat CM 5 Years ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે 'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ ૨૦૨૬૨૯' જાહેર કરવામાં આવી છે

by Akash Rajbhar
Gujarat CM 5 Years  સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બનશે દેશનું અગ્રણી 'ડેટા સેન્ટર હબ'

 

News Continuous Bureau | Mumbai

Gujarat CM 5 Years મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાતની અભૂતપૂર્વ નીતિગત પહેલની વિસ્તૃત વિગતો અહીં આપવામાં આવી છે.

Gujarat CM 5 Years -‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ ૨૦૨૬-૨૯’ ની જાહેરાત અને ડિજિટલ ક્રાંતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના સફળ ૫ વર્ષ પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષના સુશાસન દરમિયાન રાજ્યએ આર્થિક, ઔદ્યોગિક અને ભવિષ્યલક્ષી ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. રાજ્યને ભવિષ્યલક્ષી ટેક્નોલોજીથી સજ્જ કરવા માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા તાજેતરમાં જ ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર નીતિ ૨૦૨૬-૨૯’ જાહેર કરવામાં આવી છે, જે ગુજરાતને ટેક્નોલોજી ક્ષેત્રે એક મજબૂત વૈશ્વિક કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુસરીને આ નીતિ દ્વારા ભારતને ડિજિટલ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનું ગ્લોબલ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Gujarat CM 5 Years – ૫૧% ગ્રીન એનર્જીનો ઉપયોગ, ડીસેલીનેશન પ્લાન્ટ અને આકર્ષક પ્રોત્સાહનો

પર્યાવરણની જાળવણી સાથે વિકાસના મંત્રને સાર્થક કરતા આ ડેટા સેન્ટર્સ માટે ૫૧ ટકા ગ્રીન એનર્જીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે અને દરિયાના પાણીને મીઠું કરવા માટેના ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે. ધોલેરામાં ડેટા સેન્ટર શરૂ કરવા ૨.૫ ટકા વધારાની મૂડી સહાય, સ્ટેમ્પ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ, દસ વર્ષ માટે ૪ ટકા વ્યાજ સહાય તેમજ આગામી ૨૦ વર્ષ માટે પ્રતિ યુનિટ ₹૧ ની વીજ દર સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે ડેટા સેન્ટર્સને ‘આવશ્યક સેવાઓ’ તરીકે માન્યતા આપી છે અને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા મંજૂરી પૂરી પાડવામાં આવશે.

Gujarat CM 5 Years – ૭.૫ ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્યાંક અને ધોલેરા તથા સાણંદમાં ડેટા સેન્ટર ક્રાંતિ

આ નીતિ અંતર્ગત ૭.૫ ગીગા વોટ ક્ષમતાના ડેટા સેન્ટર્સ બનાવવાનું લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતને ૧૦ ગીગાવોટ ક્ષમતાના પ્રસ્તાવ કંપનીઓ દ્વારા મળ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના યુગમાં મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વને ધ્યાને રાખીને સાણંદ અને ધોલેરા હાઇ-ટેક ડેટા સેન્ટરોના મુખ્ય કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે. ડેટા સેન્ટર સ્થાપવાની સાથે સાથે આગામી સમયમાં ધોલેરાને ગ્લોબલ કેપેબીલીટી સેન્ટર્સ (GCC) નું હેડક્વાર્ટર બનાવવાની દિશામાં પણ સરકાર સક્રિયપણે કામ કરી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More