Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ

Accused Arrested For Cruel Killing Of Cats મુંબઈના ગોવંડી પાંજરાપોળ વિસ્તારમાં ૨૦ જેટલી બિલાડીઓની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં પોલીસે મુખ્ય આરોપીને દબોચી લીધો છે

by Krishna
Accused Arrested For Cruel Killing Of Cats  બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ

 

News Continuous Bureau | Mumbai

Accused Arrested For Cruel Killing Of Cats ગોવંડી (પાંજરાપોળ) માં એક પછી એક અંદાજે ૨૦ બિલાડીઓની ઘાતકી હત્યા અને તેમને ક્ષતિગ્રસ્ત હાલતમાં ફેંકી દેવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આરસીએફ (RCF) પોલીસે આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

Accused Arrested For Cruel Killing Of Cats – પશુ પ્રેમીઓમાં રોષ અને પેટા દ્વારા ઈનામની જાહેરાત

છેલ્લા એક મહિનામાં આ વિસ્તારમાંથી ૨૦ જેટલી બિલાડીઓ શંકાસ્પદ હાલતમાં મૃત અથવા ગુમ થઈ હતી અને ક્ષતિગ્રસ્ત હાલતમાં શબ મળી આવ્યા હતા, જેને લઈને પશુ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ ગંભીર કેસમાં આરોપીની માહિતી આપનારને ‘પેટા ઇન્ડિયા’ દ્વારા ૫૦,૦૦૦ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત પણ કરવામાં આવી હતી.

Accused Arrested For Cruel Killing Of Cats – બીએનએસ અને પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ

આરસીએફ પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૨૫ અને પશુ ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હવે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે કે તેણે આ નિર્દયતાથી હત્યાઓ શા માટે કરી અને તેની પાછળ કોઈ અંધશ્રદ્ધા કે માનસિક કારણ હતું કે નહીં.

👉 આ સમાચાર વાચો:
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More