News Continuous Bureau | Mumbai
India Gems and Jewellery Awards જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા ૫૨મા ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (IGJA) સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત ૨૦૪૭ના વિઝનને અનુરૂપ કાઉન્સિલ દ્વારા વર્ષ ૨૦૪૦ સુધીમાં જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રે ૧૦૦ અબજ અમેરિકન ડોલરની નિકાસ (Export Vision) હાંસલ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
India Gems and Jewellery Awards – વૈશ્વિક કેન્દ્ર બનવા સ્પીડની સાથે સ્કેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી: અમિત શાહ
સમારોહને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે ભારત પાસે વિશ્વનું જેમ્સ અને જ્વેલરી હબ (Global Hub) બનવા માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડી (Capital), ક્ષમતા અને સાહસિકો ઉપલબ્ધ છે. ડાયમંડ ટ્રેડ ઝડપથી બદલાઈ રહ્યો છે ત્યારે માત્ર સ્પીડ નહીં પરંતુ સ્કેલ (Scale) પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. લેબ-ગ્રોન ડાયમંડ્સ (Lab-Grown Diamonds) ભારતીય ઉદ્યોગ માટે મોટી તકો લાવ્યા છે, તેથી ટેક્નોલોજી, ઉત્પાદનથી લઈને ગ્લોબલ બ્રાન્ડિંગ (Global Branding) સુધીની સમગ્ર વેલ્યુ ચેઈન ભારતમાં જ વિકસાવવી પડશે. કેન્દ્ર સરકાર સહિત મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે શક્ય તમામ સહાય કરવા કટિબદ્ધ છે.
India Gems and Jewellery Awards – નવી મુંબઈ જ્વેલરી પાર્કનું કામ દશેરાથી શરૂ, ₹૧ લાખ કરોડના રોકાણની શક્યતા
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમજ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે તમામ જરૂરી મંજૂરીઓ મળી ગયા બાદ નવી મુંબઈ (Navi Mumbai) ખાતે આકાર લઈ રહેલા ‘ઈન્ડિયા જ્વેલરી પાર્ક’ (India Jewellery Park) નું કામ આગામી દશેરાથી વિધિવત રીતે શરૂ થશે. આ આધુનિક પ્રોજેક્ટ ₹૧ લાખ કરોડનું રોકાણ આકર્ષવાની અને ૫૦,૦૦૦થી વધુ નવી રોજગારીની તકો (Employment Opportunities) ઊભી કરવાની ક્ષમતા ધરાવે છે. દેશની કુલ રત્ન-આભૂષણોની નિકાસમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો મહારાષ્ટ્ર અને મુંબઈ ધરાવે છે.
India Gems and Jewellery Awards – ઉદ્યોગપતિ વલ્લભભાઈ પટેલને લાઈફટાઈમ અચીવમેન્ટ અને વિજેતાઓનું સન્માન
૫૨મા એવોર્ડ સમારોહમાં ઉદ્યોગક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કિરણ જેમ્સ (Kiran Gems) ના સ્થાપક વલ્લભભાઈ પટેલને ઉદ્યોગ અને સમાજ પ્રત્યેના અસાધારણ પ્રદાન બદલ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ (Lifetime Achievement Award) એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ક્રિસ્ટલ ડાયમંડ્સના અરવિંદ છોટાલાલ પરીખને સાત દાયકાથી વધુ સમયની સેવા બદલ સ્પેશિયલ રેકગ્નિશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાઈએસ્ટ ટર્નઓવર, કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ્સ, લેબ ગ્રોન ડાયમંડ અને સીએસઆર (CSR) સહિતની વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કંપનીઓ અને મહિલા સાહસિકોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
👉 આ સમાચાર વાચો:
Congress Attacks Modi Govt Over UPI Charges ‘રાહત આપવાને બદલે ખિસ્સા પર તરાપ’ યુપીઆઈ ચાર્જ મુદ્દે ખડગેનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર