News Continuous Bureau | Mumbai
Captain Smit Machchhar Recited Hanuman Chalisa ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોપાયલટના જીવલેણ હુમલા વચ્ચે ૧૭૪થી વધુ મુસાફરોનો જીવ બચાવનાર ભારતીય કેપ્ટન સ્મિત માછરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વિડીયો કોલમાં ખુલાસો કર્યો છે કે કટોકટીની એ પળોમાં તેઓ સતત હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા હતા.
Captain Smit Machchhar Cockpit Horror – પીએમ મોદી સાથે ભાવુક વાતચીતમાં આપવીતી વર્ણવી
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (FlyDubai Flight FZ1073) ની ફ્લાઇટમાં જીવલેણ હુમલાનો સામનો કરીને સેંકડો નિર્દોષ મુસાફરોની જિંદગી બચાવનાર બહાદુર ભારતીય કેપ્ટન સ્મિત માછર (Captain Smit Machchhar) સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોલ દ્વારા સંવાદ સાધ્યો હતો. આ વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિત અત્યંત ભાવુક થઈ ગયા હતા અને વડાપ્રધાનને પોતાના સૌથી મોટા આદર્શ ગણાવ્યા હતા. પીએમ મોદીએ તેમના સ્વાસ્થ્ય અને રિકવરી અંગે પૂછપરછ કરતાં સ્મિતે જણાવ્યું કે જીવના જોખમ વચ્ચે જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે તેઓ મનમાં સતત ‘શ્રી હનુમાન ચાલીસા’ (Hanuman Chalisa) નો પાઠ કરી રહ્યા હતા અને પ્રભુ પાસે શક્તિ માંગી રહ્યા હતા.
Captain Smit Machchhar Cockpit Horror – ‘હું કોઈને મરવા નહીં દઉં’ તેવા અડગ સંકલ્પ સાથે સ્થિતિ સંભાળી
કેપ્ટન સ્મિતે વડાપ્રધાનને જણાવ્યું કે કોકપિટની અંદર કો-પાયલટે અચાનક છરી વડે હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં ફ્લોર પર પડ્યા હોવા છતાં તેમના મનમાં માત્ર એક જ વિચાર ચાલતો હતો કે ગમે તે થાય તેઓ વિમાનમાં સવાર કોઈ પણ નિર્દોષ પ્રવાસીને મરવા દેશે નહીં. અસહ્ય દર્દ અને સંકટની એ ઘડીમાં તેમણે અસાધારણ મનોબળ દાખવીને કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો, જેના કારણે બહાર રહેલા મુસાફરો અને ઓફ-ડ્યુટી પાયલટો સમયસર અંદર પહોંચી હુમલાખોરને કાબૂમાં લઈ શક્યા હતા.
Captain Smit Machchhar Cockpit Horror – ભારતીયો જિંદગી બચાવવા જીવ જોખમમાં મૂકે છે: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિતની હિંમતની સરાહના કરતાં કહ્યું કે તેમણે સમગ્ર વિશ્વ સામે સાબિત કર્યું છે કે ભારતીયો કોઈનો જીવ લેનારા નહીં, પરંતુ અન્યોના પ્રાણ બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપવા તત્પર રહેનારા લોકો છે. પીએમ મોદીએ સ્મિતના માતા ગીતાબેન દ્વારા અપાયેલા સંસ્કારો અને ભગવદ્ ગીતાની પ્રેરણાનો ઉલ્લેખ કરી સમગ્ર પરિવારની પીઠ થાબડી હતી. આ સંવાદ બાદ દેશ-વિદેશમાં કેપ્ટન સ્મિત માછરની આધ્યાત્મિક આસ્થા, અડગ સાહસ અને કર્તવ્યનિષ્ઠાની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
👉 આ સમાચાર વાચો:
Drishyam 3 Day 1 Box Office અજય દેવગનની ‘દૃશ્યમ 3’નું બોક્સ ઓફિસ પર તોફાન સવારે 11.30 વાગ્યા સુધીમાં જ 13 કરોડ પાર, બમ્પર ઓપનિંગના સંકેત