News Continuous Bureau | Mumbai
Versova Bike Thefts મુંબઈના પશ્ચિમી ઉપનગર અંધેરીમાં માત્ર મોજશોખ અને જોયરાઇડ કરવા માટે બાઇકની ચોરી કરનારા અને પેટ્રોલ ખતમ થતાં જ વાહન રસ્તા પર બિનવારસી છોડી દેનારા અંધેરી પશ્ચિમની જુહુ ગલ્લીના ૧૮ વર્ષીય યુવકને વર્સોવા પોલીસે ઝડપી પાડ્યો છે.
Versova Bike Thefts – જિમ બહારથી ફિટનેસ ટ્રેનરની બાઇક ચોરાતાં ફરિયાદ નોંધાઈ
વર્સોવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, અંધેરી પશ્ચિમના યારી રોડ પર આવેલા એક પ્રખ્યાત જિમની બહાર પાર્ક કરેલી ફિટનેસ ટ્રેનરની મોટરસાયકલ રહસ્યમય સંજોગોમાં ચોરાઈ ગઈ હતી. આ અંગે પીડિત ટ્રેનરે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વાહનચોરીના વધતા બનાવોને ડામવા માટે વર્સોવા પોલીસે એક વિશેષ તપાસ ટીમ બનાવીને તાત્કાલિક એક્શન શરૂ કર્યા હતા.
Versova Bike Thefts – ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ એનાલિસિસથી ભેદ ઉકેલાયો
પોલીસે ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં લગાવેલા ૧૦૦થી પણ વધુ સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ સાથે શંકાસ્પદ મોબાઇલ નેટવર્ક અને લોકેશન્સનું ઊંડાણપૂર્વક ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવકની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. આ મજબૂત પુરાવાઓના આધારે પોલીસે જુહુ ગલ્લી વિસ્તારમાં દરોડો પાડીને ૧૮ વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરી કરાયેલી ૩ બાઇક તેમજ લૉક ખોલવા માટે વપરાતી એક માસ્ટર કી કબજે કરી હતી.
Versova Bike Thefts – જેલમાંથી મળી હતી માસ્ટર કી, સગીર વયથી ગુનાખોરીમાં સક્રિય
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે કોઈ ગેંગને વેચવા માટે નહીં પરંતુ માત્ર મોજશોખ અને જોયરાઇડ માટે વાહનોની ચોરી કરતો હતો અને જ્યાં સુધી ટાંકીમાં પેટ્રોલ રહેતું ત્યાં સુધી રખડ્યા બાદ વાહનને ગમે ત્યાં રસ્તા પર છોડી દેતો હતો. વધુ તપાસમાં બહાર આવ્યું કે વાહનોના લૉક સરળતાથી ખોલવા માટેની માસ્ટર કી તેને જેલમાં બંધ એક જૂના સાથી પાસેથી મળી હતી. આરોપી સગીર વયથી જ આવા વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલતાં પોલીસ હવે તેની અન્ય ચોરીઓમાં સંડોવણી અંગે સઘન તપાસ ચલાવી રહી છે.
👉 આ સમાચાર વાચો:
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા