Geeta Rabari Navratri 2026 – નવરાત્રી પર્વ 2026: બોરિવલીમાં ‘કચ્છી કોયલ’ના રણકાર પર હિલોળે ચડ્યું કોરાકેન્દ્ર: પહેલો દિવસ સુપરહિટ, મેદાન હાઉસફુલ, તમામ ટિકિટો સોલ્ડ આઉટ!

Geeta Rabari Navratri 2026 - ‘ઓક્સફર્ડ રિયલ્ટર્સ પ્રેઝન્ટ્સ, સુરભિ શોગ્લિટ્ઝ નવરાત્રી 2026 પાવર્ડ બાય ટ્રાન્સકોન’માં શાનદાર આતશબાજી વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા; મહારાષ્ટ્રના દુષ્કાળપીડિતોની સહાય માટે શોગ્લિટ્ઝ કંપનીએ ઉઠાવ્યું સેવાનું મોટું બીડું

by kalpana Verat
Geeta Rabari Navratri 2026 - Kora Kendra Borivali Housefull On Day One As Kutchhi Koyal Mesmerizes Garba Lovers

News Continuous Bureau | Mumbai

વિશેષ પ્રતિનિધિ | મુંબઈ (બોરિવલી)

Geeta Rabari Navratri 2026 – આદ્યશક્તિ મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રીના પ્રથમ નોરતે જ મુંબઈના ગરબા હબ ગણાતા બોરિવલીમાં ભક્તિ, સંગીત અને ઉત્સાહનો જબરદસ્ત મહાસાગર ઊમટ્યો હતો. બોરિવલી (પશ્ચિમ) સ્થિત કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં. 4 પર આયોજિત ‘ઓક્સફર્ડ રિયલ્ટર્સ પ્રેઝન્ટ્સ, સુરભિ શોગ્લિટ્ઝ નવરાત્રી ઉત્સવ 2026 પાવર્ડ બાય ટ્રાન્સકોન’ના પ્રથમ દિવસે જ ઐતિહાસિક લોકજુવાળ જોવા મળ્યો હતો. પ્રથમ નોરતે આકાશમાં શાનદાર રંગબેરંગી આતશબાજી અને રોશનીના અદભુત નજારા વચ્ચે સમગ્ર મેદાન ખચાખચ ભરાઈ ગયું હતું. ઉત્સવ શરૂ થાય તે પહેલાં જ બોક્સ ઓફિસ પર તમામ પાસ અને ટિકિટો ‘હાઉસફુલ – સોલ્ડ આઉટ’ થઈ ગઈ હતી.

ગરબાના ભવ્ય રંગમંચ પર જેવી ગુજરાતની લોકગાયિકા અને ‘કચ્છી કોયલ’ ગીતા રબારીએ એન્ટ્રી કરી કે તરત જ આખું ગ્રાઉન્ડ તાળીઓ અને હર્ષોલ્લાસના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. સતત બીજા વર્ષે બોરિવલીમાં પધારેલાં ગીતા રબારીએ પોતાના ખનકતા લોકસૂર, પારંપરિક છંદ અને માતાજીની સ્તુતિઓથી વાતાવરણને પૂર્ણપણે ભક્તિમય બનાવી દીધું હતું. 1,25,000 ચોરસ ફૂટના વિશાળ વૂડન ફ્લોર પર ખેલૈયાઓ એક સાથે પગ મિલાવીને હિલોળે ચડ્યા હતા. પ્રથમ દિવસની બેનમૂન ઊર્જા અને જબરદસ્ત ક્રેઝે સાબિત કરી દીધું કે આ વર્ષે પણ શોગ્લિટ્ઝનું આયોજન સમગ્ર મુંબઈનું સર્વશ્રેષ્ઠ આયોજન બનવા જઈ રહ્યું છે.

Geeta Rabari Navratri 2026 – દુષ્કાળપીડિતો માટે શોગ્લિટ્ઝ કંપની આપશે પોતાના ખિસ્સામાંથી સમકક્ષ રકમ: સેવાનું બીડું ઝડપ્યું

આ ભવ્ય નવરાત્રી મહોત્સવ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં સામાજિક જવાબદારી અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સર્જાયેલી દુષ્કાળની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા ગ્રાઉન્ડ પરિસરમાં ઠેર-ઠેર વિશેષ ‘ડોનેશન બોક્સ’ મૂકવામાં આવ્યા છે, જેથી ગરબાપ્રેમીઓ અને ભાવિકો દુષ્કાળપીડિત પરિવારોની સહાય માટે મુક્ત મને આર્થિક યોગદાન આપી શકે.

આ સેવાયજ્ઞમાં શોગ્લિટ્ઝ કંપનીએ સામાજિક નિષ્ઠા દર્શાવતાં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી જાહેરાત કરી છે: નવ દિવસ દરમિયાન આ ડોનેશન બોક્સમાં જનતા દ્વારા જેટલી રકમ એકત્ર થશે, તેટલી જ પૂરેપૂરી રકમ શોગ્લિટ્ઝ કંપની પોતાના અંગત ભંડોળમાંથી (પોતાના ખિસ્સામાંથી) ઉમેરીને આપશે! ગરબાના આસ્થાભર્યા માહોલ વચ્ચે પીડિતોની વહારે આવવાની આ ઉમદા પહેલને ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને ખેલૈયાઓએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી બિરદાવી હતી.

👉 આ સમાચાર વાચો:
Bill Gates AI Regulations Statement શું AI હાથમાંથી નીકળી જશે? બિલ ગેટ્સે રેગ્યુલેશનનો રોડમેપ આપ્યો “દરેક શક્તિશાળી શોધની જેમ AI ને પણ કાયદાની જરૂર છે”

Geeta Rabari Navratri 2026 – પ્રથમ દિવસે જ અભૂતપૂર્વ પ્રતિસાદ 

પહેલા જ દિવસના અદભુત માહોલ અને કાર્યક્રમ સંદર્ભે બોરીવલીના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, “બોરિવલીવાસીઓએ પ્રથમ દિવસે જ નવરાત્રી આયોજનોને જે પ્રેમ અને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તેનાથી અમારો ઉત્સાહ અનેકગણો વધી ગયો છે. અમારો ઉદ્દેશ માત્ર ભવ્ય ગરબા યોજવાનો નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પણ છે. અમે જનતાને અપીલ કરીએ છીએ કે તેઓ મહારાષ્ટ્ર ની મોજૂદા દુષ્કાળ જન્ય પરિસ્થિતિને ધ્યાન માં રાખીને ખુલા દિલે ભંડોળ આપે ”

આજની નવરાત્રી માં માતાજી ની આરતી સમયે ભૂતપૂર્વ સાંસદ સભ્ય અને જનસેવક ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય શ્રી સંજય ઉપાધ્યાય, કોર્પોરેટર શિવા શેટ્ટી, શોગ્લિટ્સના ડિરેક્ટર શ્રી સંતોષ સિંહ, ઓક્સફર્ડ રિયેલ્ટર્સના પરબત પટેલ, કચ્છી કોયલ ગીતા રબારી સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.

Geeta Rabari Navratri 2026 – 400થી વધુ બાઉન્સર્સ અને 200થી વધુ સ્વયંસેવકોની ખડેપગે તૈનાતી

પ્રથમ દિવસે ચુસ્ત ત્રિસ્તરીય સુરક્ષા, 100થી વધુ હાઇટેક સીસીટીવી કેમેરા, 400થી વધુ બાઉન્સર્સ અને 200થી વધુ સ્વયંસેવકોની ખડેપગે તૈનાતીના કારણે લોકોની જંગી જનમેદની હોવા છતાં આયોજન અત્યંત શિસ્તબદ્ધ અને પારિવારિક વાતાવરણમાં સંપન્ન થયું હતું. પહેલા જ નોરતે મચેલા આ ધમાકાએ સાબિત કરી દીધું છે કે આગામી દિવસોમાં બોરિવલીમાં ગરબાનો રોમાંચ નવી ઊંચાઈઓ સર કરશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More