News Continuous Bureau | Mumbai
DRI Busts Illegal Pakistani Rock Salt Smuggling ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈએ (DRI) પાકિસ્તાનથી વાયા અન્ય દેશો મારફતે ભારતમાં ઘૂસાડવામાં આવતા ૭૩,૦૦,૦૦૦ કિલોગ્રામથી વધુ હિમાલયન રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠાના વિશાળ ગેરકાયદેસર આયાત કૌભાંડનો પર્દાફાશ કરીને મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે.
DRI Busts Illegal Pakistani Rock Salt Smuggling – ૭૩ લાખ કિલોથી વધુ પાકિસ્તાની સિંધવ મીઠાનું ગેરકાયદે રેકેટ ઝડપાયું
કેન્દ્રીય તપાસ એજન્સી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence – DRI) દ્વારા આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ સામે મોટી સર્જિકલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુપ્ત બાતમીના આધારે દરોડા પાડીને તપાસ અધિકારીઓએ પાકિસ્તાની મૂળના અંદાજે ૭૩ લાખ કિલોગ્રામ (૭,૩૦૦ મેટ્રિક ટન) થી વધુ સિંધવ મીઠાનો (Rock Salt) ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે. ભારતે પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાંથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર ૨૦૦ ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (Basic Customs Duty – BCD) લાદેલી છે, જેને બાયપાસ કરવા માટે આ આખું આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડવામાં આવ્યું હતું.
DRI Busts Illegal Pakistani Rock Salt Smuggling – થર્ડ કન્ટ્રી રૂટિંગ અને નકલી કન્ટ્રી ઓફ ઓરિજિન સર્ટિફિકેટ
ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આયાતકારો પાકિસ્તાનમાંથી સિંધવ મીઠું ખરીદીને સીધું ભારત લાવવાને બદલે તેને અન્ય ત્રીજા દેશોમાં (Third Country Routing) મોકલતા હતા. ત્યાંથી કન્ટેનર્સના દસ્તાવેજો અને મૂળ ઉત્પાદક દેશ દર્શાવતા પ્રમાણપત્રો એટલે કે કન્ટ્રી ઓફ ઓરિજિન (Certificate of Origin – COO) સાથે છેડછાડ કરવામાં આવતી હતી. આ નકલી દસ્તાવેજોના આધારે ભારતીય બંદરો પર આ માલ અન્ય દેશમાંથી આવી રહ્યો હોવાનું દર્શાવીને ૨૦૦ ટકા કસ્ટમ્સ ડ્યુટીની ચોરી કરવામાં આવી રહી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ સિન્ડિકેટ દ્વારા અંદાજે ₹૨૪ કરોડથી વધુની સરકારી ટેક્સ ચોરી આચરવામાં આવી છે.
DRI Busts Illegal Pakistani Rock Salt Smuggling – સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સહિત ૪ આરોપીઓની ધરપકડ
આ મોટા પાયે ચાલી રહેલા આર્થિક કૌભાંડના તાર ગુજરાતના મુખ્ય બંદરો અને ઉત્તર ભારતના મોટા શહેરો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ડીઆરઆઈએ વિવિધ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન ચલાવીને કસ્ટમ્સ એક્ટ (Customs Act) હેઠળ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ, ફાયનાન્સર, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ (IEC) ભાડે આપનારા અને ક્લિયરિંગ એજન્ટ સહિત કુલ ચાર મુખ્ય વ્યક્તિઓની ધરપકડ કરી છે. આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને આ નેટવર્કમાં સરકારી વિભાગો કે અન્ય વિદેશી એજન્સીઓની સંડોવણી છે કે કેમ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ