News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨૬ ઓક્ટોબર ૨૦૨૬, સોમવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – આસો પૂનમ
“દિન મહીમા”
ડાકોર મેળો, જૈન આયંબિલ ઓળી સમાપ્ત, વાલ્મીકી જયંતિ, કાર્તિક સ્નાનારંભ, જૈન નમીનાથ ચ્યવન, કુમારયોગ ૦૯ઃ૪૨ થી ૧૭ઃ૪૨
“સુર્યોદય” – ૬.૩૭ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૭ (મુંબઈ)
“રાહુ કાળ” – ૦૮.૦૪ થી ૦૯.૩૦
“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.
“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૧૭.૪૦)
“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.
દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૦૬.૩૭ – ૦૮.૦૪
શુભઃ ૦૯.૩૦ – ૧૦.૫૬
ચલઃ ૧૩.૪૯ – ૧૫.૧૫
લાભઃ ૧૫.૧૫ – ૧૬.૪૧
અમૃતઃ ૧૬.૪૧ – ૧૮.૦૭
રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૮.૦૭ – ૧૯.૪૧
લાભઃ ૨૨.૪૯ – ૨૪.૨૨
શુભઃ ૨૫.૫૬ – ૨૭.૩૦
અમૃતઃ ૨૭.૩૦ – ૨૯.૦૪
ચલઃ ૨૯.૦૪ – ૩૦.૩૮
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.
“કર્કઃ”(ડ,હ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ.
“સિંહઃ”(મ,ટ)-
જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી, મધ્યમ દિવસ.
“મકરઃ”(ખ,જ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે, રચનાત્મક કાર્ય કરી શકો.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે, નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો, આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.