News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૭ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – આસો વદ તેરસ
“દિન મહીમા”
કાળી ચૌદશ, કાળભૈરવ-હનુમંત પુજન, માતા કમલા જયંતિ, કાલીકા પૂજન, શીશુ સુરક્ષા દિન, શિવરાત્રી, જૈન પદ્મપ્રભુસ્વામી દિક્ષા, વિષ્ટી ૧૦:૪૯ થી ૨૩:૦૬, સ્થિરયોગ અને સિધ્ધિયોગ ૨૯:૫૩ થી
“સુર્યોદય” – ૬.૪૨ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૬.૦૧ (મુંબઈ)
“રાહુ કાળ” – ૦૯.૩૨ થી ૧૦.૫૭
“ચંદ્ર” – કન્યા, તુલા (૧૭.૧૪)
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૧૪ સુધી કન્યા રહેશે ત્યારબાદ તુલા રહેશે.
“નક્ષત્ર” – ચિત્રા
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૭.૧૪)
સાંજે ૫.૧૪ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યારબાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૦૮.૦૮ – ૦૯.૩૨
ચલઃ ૧૨.૨૨ – ૧૩.૪૭
લાભઃ ૧૩.૪૭ – ૧૫.૧૨
અમૃતઃ ૧૫.૧૨ – ૧૬.૩૭
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૦૧ – ૧૯.૩૭
શુભઃ ૨૧.૧૨ – ૨૨.૪૭
અમૃતઃ ૨૨.૪૭ – ૨૪.૨૨
ચલઃ ૨૪.૨૨ – ૨૫.૫૮
લાભઃ ૨૯.૦૮ – ૩૦.૪૩
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે. એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે. સ્ત્રીવર્ગને સારું રહે. વેપારીવર્ગને મધ્યમ.
“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઇ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.