News Continuous Bureau | Mumbai
Mumbai Water Shortage મુંબઈમાં આગામી ઉનાળા ની સિઝનમાં ગંભીર પાણીની તંગી સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્રએ અત્યારથી જ આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Mumbai Water Shortage – તળાવોમાં પાણીના જથ્થામાં ઘટાડો અને BMC દ્વારા રાજ્ય સરકારને પત્ર
મુંબઈ મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા વાયુ પ્રદૂષણ અને પાણીની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એલ નિનો (El Nino) ની પ્રતિકૂળ અસરના કારણે આ વર્ષે મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવોમાં પાણીનો જથ્થો ઘટીને ૮૨ ટકા પર પહોંચી ગયો છે, જે ગત વર્ષોની સરખામણીમાં ઓછો છે. ૨૦૨૪ માં ૯૧.૮૦ ટકા અને ૨૦૨૫ માં ૮૫ ટકા જળસંગ્રહ હતો. આગામી જૂન મહિના સુધી પાણીની પૂર્તિ જાળવી રાખવા માટે અને ઉन्हाળાના અંતમાં મોટો પાણીકાપ નિવારવા માટે BMC એ રાજ્ય સરકાર પાસે વધારાના જળસાઠાની માંગણી કરી છે.
Mumbai Water Shortage – ભાતસા અને અપર વૈતરણામાંથી વધારાના પાણીની માંગ
સંભવિત જળસંકટને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારને પત્ર મોકલીને ભાતસા અને અપર વૈતરણા ડેમમાંથી ૧૦ થી ૨૦ ટકા વધારાનો આરક્ષિત પાણી પૂવઠો ફાળવવાની વિનંતી કરી છે. મુંબઈ શહેરની દૈનિક જરૂરિયાત આશરે ૪,૧૦0 મિલિયન લીટર પાણીની છે અને જો મે મહિનાના અંત સુધીમાં સ્થિતિ વધુ ગંભીર બને તો આ આરક્ષિત જથ્થાનો ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી પણ આ માંગણી અંગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાની માહિતી અધિકારીઓએ આપી છે.
Mumbai Water Shortage – મુંબઈને પાણી પૂરું પાડતા સાત મુખ્ય તળાવોની વર્તમાન સ્થિતિ
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં હાલની સ્થિતિ મુજબ અપર વૈતરણામાં ૯૨ ટકા,મોડક સાગરમાં ૪૯ ટકા, તાનસામાં ૭૯ ટકા, મધ્ય વૈતરણામાં ૮૨ ટકા, ભાતસામાં ૮૫ ટકા, વિહારમાં ૯૧ ટકા અને તુલસી તળાવમાં ૮૫ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આમ કુલ જળસંગ્રહ ૮૨ ટકા આસપાસ છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યની કટોકટીનો સામનો કરી શકાય.
👉 આ સમાચાર વાચો:
Underworld Don Hemant Pujari Arrested 25 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડૉન હેમંત પુજારી મલેશિયામાં ઝડપાયો, ઇથિયોપિયાથી ગેંગસ્ટર આફરીદી પણ ભારત લાવવામાં આવ્યો