News Continuous Bureau | Mumbai
Cleanest City in India 2026 દેશની સ્વચ્છતા રેન્કિંગમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે, જ્યાં સતત આઠ વર્ષથી ટોચ પર રહેલા મધ્યપ્રદેશના ઈન્દોર (Indore) નો દબદબો સમાપ્ત થયો છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (Ministry of Housing and Urban Affairs) દ્વારા જાહેર કરાયેલા ‘સ્વચ્છ સર્વેક્ષણ 202526’ (Swachh Survekshan 202526) ના પરિણામોમાં મહારાષ્ટ્રનું નવી મુંબઈ (Navi Mumbai) ભારતનું સૌથી સ્વચ્છ શહેર (Cleanest City in India) બન્યું છે. આ પ્રતિષ્ઠિત યાદીમાં ગુજરાતનું સુરત (Surat) બીજા સ્થાને અને આંધ્રપ્રદેશનું વિજયવાડા (Vijayawada) ત્રીજા સ્થાને રહ્યું છે. નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Droupadi Murmu) એ વિજેતા શહેરોને પુરસ્કાર એનાયત કર્યા હતા.
Cleanest City in India 2026 – નવી મુંબઈએ ઈન્દોરની બાદશાહત કેવી રીતે તોડી અને સુરત-અમદાવાદને કયા એવોર્ડ મળ્યા?
આ વર્ષના સ્વચ્છ સર્વેક્ષણમાં 4,700 થી વધુ શહેરી સ્થાનિક સંસ્થાઓ (Urban Local Bodies) એ ભાગ લીધો હતો. ગત વર્ષે ત્રીજા સ્થાને રહેલા નવી મુંબઈએ શાનદાર પ્રદર્શન કરીને ‘સુપર સ્વચ્છ લીગ’ (Super Swachh League) શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે સુરત બીજા અને વિજયવાડા ત્રીજા ક્રમે રહ્યા છે. બીજી તરફ, સતત આઠ વર્ષ સુધી નંબર-1 રહેલા ઈન્દોરને આ વર્ષે નવી શરૂ કરાયેલી ‘સ્વચ્છ શહેર જોડી’ (Swachh Shehar Jodi) પહેલ હેઠળ ‘મેન્ટર સિટી’ (Mentor City) ની અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યું હતું. આ મેન્ટર સિટી શ્રેણીમાં ગુજરાતના અમદાવાદ (Ahmedabad) અને તેના સહયોગી શહેર સાણંદ (Sanand) ની જોડીએ દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે ઈન્દોર અને દેપાલપુર બીજા તથા તિરુપતિ અને કુપ્પમ ત્રીજા સ્થાને રહ્યા છે.
Cleanest City in India 2026 – વસ્તી અને ભૌગોલિક શ્રેણી મુજબ દેશના અન્ય કયા શહેરોએ બાજી મારી?
વિવિધ વસ્તી અને ભૌગોલિક શ્રેણીઓમાં પણ દેશના અનેક શહેરોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ગ્રેટર વિશાખાપટ્ટનમ (Greater Visakhapatnam) પ્રથમ, જબલપુર બીજા અને લખનૌ ત્રીજા ક્રમે રહ્યું છે, જ્યારે 3 થી 10 લાખની વસ્તીમાં ઉજ્જૈન (Ujjain) ટોચ પર અને ચંદીગઢ બીજા સ્થાને રહ્યું છે. આ ઉપરાંત, નદી કિનારે આવેલા ‘સ્વચ્છ રિવરફ્રન્ટ શહેર’ (Cleanest Riverfront Town) માં મધ્યપ્રદેશનું રીવા પ્રથમ, બિલાસપુર બીજા અને વારાણસી ત્રીજા ક્રમે છે. દરિયાકાંઠાના ‘સ્વચ્છ કોસ્ટલ ટાઉન’ (Swachh Coastal Town) શ્રેણીમાં ઓડિશાનું પુરી પ્રથમ, કેરળનું અલાપ્પુઝા બીજા અને મહારાષ્ટ્રનું રત્નાગીરી ત્રીજા સ્થાને રહ્યું છે, જ્યારે હિમાલયન શહેરોમાં રુદ્રપુર પ્રથમ અને જમ્મુ બીજા ક્રમે આવ્યું છે.
Cleanest City in India 2026 – સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 ની મૂલ્યાંકન પ્રક્રિયા અને મુખ્ય માપદંડો શું હતા?
‘સ્વચ્છતાની નવી પહેલ – વધારો હાથ, કરો સફાઈ સાથે’ (Swachhata Ki Nayi Pahal) થીમ હેઠળ યોજાયેલા આ સર્વેક્ષણમાં 3,000 થી વધુ પ્રશિક્ષિત મૂલ્યાંકનકારોએ જીપીએસ-સક્ષમ (GPS-Enabled) રિયલ-ટાઇમ મોનિટરિંગ દ્વારા સમગ્ર દેશમાં સંપૂર્ણપણે ડિજિટલ અને પારદર્શી તપાસ કરી હતી. મંત્રાલયના આંકડા મુજબ, શહેરોમાં દ્રશ્યમાન સ્વચ્છતા (Visible Cleanliness) 48 ટકાથી વધીને 70 ટકા અને ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાની કામગીરી (Door-to-Door Collection) 52 ટકાથી વધીને 74 ટકા સુધી પહોંચી છે, જે દેશમાં શહેરી સ્વચ્છતા પ્રત્યે વધતી જાગૃતિ દર્શાવે છે.