News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશ વિધાનસભાની(Himachal Pradesh Legislative Assembly) બારમી નવેમ્બરે યોજાનારી 68 બેઠકો માટેનો ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. તમામ પક્ષોએ પુરી તાકાત લગાવી દીધી છે. આ જ ક્રમમાં આમ આદમી પાર્ટીના(Aam Aadmi Party) કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Delhi Chief Minister Arvind Kejriwal) સોલન પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન કેજરીવાલની રેલીમાં મોટો હંગામો થયો અને લાતો અને મુક્કા ચાલવા લાગ્યા, સ્થિતિ એવી બની કે અરવિંદ કેજરીવાલે પોતાનું ભાષણ અધવચ્ચે જ છોડીને પરત ફરવું પડ્યું. મહત્વનું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીના ઉમેદવાર અંજુ રાઠોડ(Anju Rathore) માટે વોટ માંગવા સોલન પહોંચ્યા હતા.
सोलन में चुनाव प्रचार के लिए पहुंचे अरविंद केजरीवाल के रोड शो में हंगामा हो गया#Arvindkejriwal #Solan #KejriwalRoadShow pic.twitter.com/ejEyAATpiO
— Rajesh Sharma (@sharmanews778) November 3, 2022
હકીકતમાં ગુરુવારે સીએમ અરવિંદ કેજરીવાલે સોલનમાં રોડ-શો કર્યો હતો. આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસ(Congress) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ બંને પક્ષોએ હિમાચલને વારાફરતી લૂંટવામાં કોઈ કસર છોડી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરવિંદ કેજરીવાલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો તેમની સામે મુર્દાબાદના નારા લગાવવા લાગ્યા હતા. આ જોઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને વિવાદ શરૂ થયો. આ દરમિયાન બંને તરફથી ઘણી લાતો અને મુક્કાબાજી થઈ હતી. પરિસ્થિતિને જોતા સીએમ અરવિંદ કેજરીવાલ ભાષણ અધૂરું છોડીને રવાના થવું પડ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- મુંબઈ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનના સમયમાં થયો ફેરફાર -મુસાફરી કરતા પહેલા જાણી લો નવું ટાઈમ ટેબલ
ઉલ્લેખનીય છે કે સોલન વિધાનસભા બેઠક(Solan assembly seat) પરથી આમ આદમી પાર્ટી તરફથી અંજુ રાઠોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.