શું રાજનીતિમાં પ્રવેશ કરશે બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત- અભિનેત્રીએ આપ્યો આ જવાબ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની પંગા ક્વીન કંગના રનૌત(Kangana Ranaut) પોતાની વાત બિન્દાસ પણે રાખવા માટે જાણીતી છે. જોકે તેને ઘણી વખત પોતાના નિવેદનોના કારણે ટ્રોલ(Trolls) પણ થવું પડે છે. કંગના રાજનીતિક મામલે પણ અવારનવાર પોતાની વાત રાખે છે. આ જ કારણ છે કે ઘણા લોકોને લાગે છે કે તે રાજનીતિ(Politics) ના મેદાનમાં ઉતરી શકે છે. દરમિયાન એક ખાનગી ટીવી ચેનલ સાથે કંગનાએ ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અભિનેત્રીને રાજનીતિમાં એન્ટ્રી કરવાને લઇને સવાલ કર્યો હતો.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે હવે તેના દિલની વાત કહી દીધી છે. એક ટીવી ચેનલના કાર્યક્રમમાં તેણે જે કંઈ પણ કહ્યું તેનાથી સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે કે રાજનીતિમાં આવવા તૈયાર છે અને ભાજપ(BJP)ની ટિકિટ પર હિમાચલ વિધાનસભા(HImachal Pradesh Assembly polls) ની ચૂંટણી પણ લડવા માંગે છે. 

આ સમાચાર પણ વાંચો : ગજબ કેવાય- અહીં કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ- છુટા હાથે મારામારી- ખેંચ્યા એકબીજાના વાળ- જુઓ વીડિયો

ચેનલના કાર્યક્રમમાં પહોંચેલી કંગનાએ વાતચીતમાં વડાપ્રધાન મોદી(PM Modi) ના વખાણ કર્યા તો તેમણે રાહુલ ગાંધી(Rahul Gnandhi) અને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી જેવા મહાન વ્યક્તિ ઇતિહાસમાં એક જ વાર આવે છે. રાજકારણમાં જોડાવાના સવાલ પર અભિનેત્રીએ કહ્યું, જે પ્રકારની પરિસ્થિતિ છે, સરકાર ઇચ્છે છે કે હું તેમાં ભાગ લઉં, હું તે કરીશ અને હું મારી ભાગીદારી માટે તૈયાર છું. કંગનાએ વધુમાં કહ્યું કે મેં કહ્યું તેમ, હિમાચલ પ્રદેશના લોકો મને સેવા કરવાની તક આપે તો તે મારુ સૌભાગ્ય ગણાશે. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *