News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસોથી જૂના સિક્કા અને નોટો (Old Note and Coin) ના ખરીદ-વેચાણનો ટ્રેન્ડ(Buying and Selling Trend) તેજ બન્યો છે. ઘણા લોકો ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ(Online and offline platforms) દ્વારા જૂની નોટ અને સિક્કા વેચી રહ્યા છે. પરંતુ આપને જણાવી દઈએ કે આરબીઆઈએ(RBI) હાલમાં જ આ અંગે એક મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. આરબીઆઈએ જણાવ્યું કે કેટલાક છેતરપિંડી કરનારા તત્વો ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ પર જૂની નોટ અને સિક્કાના વેચાણ માટે કેન્દ્રીય બેંકના(central bank) નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે.
જો તમે પણ જૂના સિક્કા અને નોટો વેચવા કે ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી આ માહિતી ચોક્કસથી તપાસો. ઓનલાઈન છેતરપિંડી(Online fraud) કરનારા લોકો સતત ગ્રાહકોને ચૂનો ચોપાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે તે દરરોજ નવા નવા રસ્તા શોધે છે.
RBI એ ટ્વીટ કરી આપી જાણકારી
રિઝર્વ બેંકે(Reserve Bank) તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટમાં કહ્યું કે, ભારતીય રિઝર્વ બેંકના ધ્યાન પર આવ્યું છે કે અમુક તત્વો ખોટી રીતે ભારતીય રિઝર્વ બેંકના નામ અને લોગોનો ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે અને વિવિધ ઓનલાઈન, ઓફલાઈન પ્લેટફોર્મ દ્વારા જૂની નોટ અને સિક્કાઓ વેચવા માટે લોકો પાસેથી ફી / કમિશન અથવા ટેક્સ માગી રહ્યા છે. રિઝર્વ બેંકે તેના નિવેદનમાં જણાવ્યું છે કે તે આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ નથી અને આવા વ્યવહારો માટે ક્યારેય કોઈ પાસેથી કોઈ ફી કે કમિશન માંગશે નહીં. તે જ સમયે બેંકે જણાવ્યું છે કે તેણે આવી પ્રવૃત્તિઓ માટે કોઈપણ સંસ્થા અથવા વ્યક્તિને કોઈપણ પ્રકારની અધિકૃતતા આપી નથી.
આ સમાચાર પણ વાંચો : Elon Musk ના હાથમાં હવે ટ્વિટરની કમાન- CEO પરાગ અગ્રવાલ સહિત આ અધિકારીને બહારનો રસ્તો દેખાડ્યો
કોઈની સાથે કોઈ ડીલ નહીં
આપને જણાવી દઈએ કે આરબીઆઈ આવી બાબતોમાં ડીલ કરતી નથી અને ન તો તે ક્યારેય કોઈ પાસેથી આવી કોઈ ફી કે કમિશન માંગતી નથી. બેંકે જણાવ્યું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોઈપણ સંસ્થા, કંપની અથવા વ્યક્તિ વગેરેને આવા ટ્રાન્ઝેક્શન પર રિઝર્વ બેંક વતી કોઈપણ ફી અથવા કમિશન વસૂલવાની સત્તા આપી નથી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય લોકોને સલાહ આપે છે કે તેઓ આવી નકલી અને છેતરપિંડીની ઓફરનો શિકાર ન બને