જાણવા જેવું- કરોડપતિઓનું એક એવું ગામ- જ્યાં એક મચ્છર શોધી આપો તો મળે છે 400 રૂપિયા ઈનામ

by Dr. Mayur Parikh
Mumbai Malaria: Mumbai accounts for 40% of 4.5k+ malaria cases in state

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) અહમદનગર જિલ્લામાં(Ahmednagar) એક એવું ગામ છે જ્યાં 80 લોકો કરોડપતિ છે. એટલું જ નહીં આ ગામમાં મચ્છર(mosquito) પણ નથી. કહેવાય છે કે જો કોઈને અહીં મચ્છર મળે છે તો તેને 400 રૂપિયાનું ઈનામ આપવામાં આવે છે. આ ગામનું નામ હિવરે બજાર(hiware bazar) છે. હિવરે બજાર ગામ એક સમયે દુષ્કાળગ્રસ્ત હતું. પરંતુ અહીંના લોકોએ પોતાના દમ પર આ ગામની દિશા અને દશા બદલી નાખી. 

હિવરે બજાર ગામમાં 305 પરિવાર રહે છે. જેમાંથી 80 લોકો કરોડપતિ છે. 1990ના દાયકામાં હિવરે બજારના 90 ટકા પરિવાર ગરીબ હતા. પરંતુ હવે આ ગામનું ભાગ્ય બદલાઈ ગયું છે. આ ગામ હંમેશા ચર્ચામાં રહે છે.

કહેવાય છે કે 80-90ના દાયકામાં હિવરે બજાર ગામ ભયંકર દુષ્કાળ સામે ઝઝૂમી રહ્યું હતું. પીવા માટે પાણી પણ બચ્યું ન હતું. કેટલાક લોકો પોતાના પરિવાર સાથે પલાયન કરી ગયા હતા. પરંતુ ત્યારે પણ ગામના લોકોએ આશા છોડી નહોતી. તેમણે ગામને બચાવવા માટે કમર કસી લીધી. વર્ષ 1990માં ગામના લોકોએ જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કમિટી(Joint Forest Management Committee) બનાવી. જે હેઠળ ગામમાં કૂવા ખોદવા અને ઝાડ લગાવવાનું કામ શ્રમદાન દ્વારા શરૂ કરાયું. આ કામ કરવા માટે મહારાષ્ટ્ર એમ્પ્લોયમેન્ટ ગેરંટી સ્કીમ(Maharashtra Employment Guarantee Scheme) હેઠળ ફંડ મળ્યું. જેનાથી ગામના લોકોની ખુબ મદદ થઈ. 

 આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં એક ફિલ્મ નિર્માતા સંદર્ભે ચોંકાવનારો કિસ્સો : બીજી સ્ત્રી સાથે રંગે હાથો પકડાયો તો પત્નીને ગાડી નીચે કચડી. જુઓ વિડિયો.

આ પછી પાણી બચાવવા માટે હિવરે બજારના લોકોએ ગામમાં એવા પાક પર પ્રતિબંધ મૂકી દીધો જેને ઉગાડવા માટે વધુ પાણીની જરૂર હોય છે. અત્રે જણાવવાનું કે ગામવાળાની આ કવાયતના કારણે અહીંનું જળસ્તર 30-35 ફૂટ પર આવી ગયું છે. ગામમાં ટ્યૂબવેલ ખતમ થઈ ગયા છે. 

નોંધનીય છે કે પહેલા હિવરે બજાર ગામમાં શેરડી અને જુવાર વગેરેની ખેતી થતી હતી. પરંતુ પ્રતિબંધ લાગ્યા બાદ હવે બટાકા, ડુંગળીની ખેતી કરવા લાગ્યા. જેનાથી ખુબ કમાણી થાય છે. ગામમાં 305 પરિવારો અને લગભગ 1250 લોકો છે. આમાં

 આ સમાચાર પણ વાંચો :  અરે વાહ!! શું વાત છે. જૂહુ બીચ પર હવે રોજ રાત્રે લાઇટ શો થશે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment