મોટા સમાચાર / સરકારી કર્મચારીઓ માટે સરકારે બદલ્યો મોટો નિયમ, જો કરી કામચોરી તો ખતમ થઈ જશે પેન્શન અને ગ્રેચ્યુઈટી!

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય કર્મચારીઓને ડીએ અને બોનસ આપ્યા બાદ હવે સરકારે મોટો નિયમ બદલ્યો છે. કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે કડક ચેતવણી પણ આપી છે. જો કર્મચારીઓ આની અવગણના કરશે તો તેમને નિવૃત્તિ પછી પેન્શન અને ગ્રેચ્યુઈટીથી વંચિત રહેવું પડશે.

જો કોઈ કર્મચારી કામમાં બેદરકારી દાખવે છે તો સરકારના નવા નિયમો અનુસાર નિવૃત્તિ બાદ તેનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આદેશ કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે, પરંતુ આગળ જતા રાજ્યો પણ તેનો અમલ કરી શકશે.

સરકારે જારી કર્યો આદેશ

કેન્દ્ર સરકારે તાજેતરમાં સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ 2021 હેઠળ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે હાલમાં જ CCS (પેન્શન) નિયમો 2021 ના ​​નિયમ 8 માં ફેરફાર કર્યો હતો, જેમાં નવી જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્રીય કર્મચારી તેમના સેવા કાર્યકાળ દરમિયાન કોઈ ગંભીર ગુનાખોરીમાં દોષિત ઠરશે તો નિવૃત્તિ પછી તેની ગ્રેચ્યુઈટી અને પેન્શન રોકી દેવામાં આવશે.

નોંધનીય છે કે બદલાયેલા નિયમોની માહિતી કેન્દ્ર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને મોકલવામાં આવી છે. એટલું જ નહીં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો દોષિત કર્મચારીઓની માહિતી મળે તો તેમનું પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે. એટલે કે આ વખતે સરકાર આ નિયમને લઈને કડક છે.

આ લોકો કરશે કાર્યવાહી
 

  • એવા પ્રેસિડેન્ટ જે રિટાયર્ડ કર્મચારીના અપોઇન્ટિંગ ઓથોરિટીમાં સામેલ રહ્યા છે, તેમને ગ્રેચ્યુઇટી અથવા પેન્શન બંધ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 
  • આવા સચિવો જે સંબંધિત મંત્રાલય અથવા વિભાગ સાથે સંકળાયેલા છે, જેના હેઠળ રિટાયર થનારા કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે, તેમને પણ પેન્શન અને ગ્રેચ્યુઇટી રોકવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
  • જો કોઈ કર્મચારી ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગમાંથી રિટાયર થયો હોય, તો CAGને ગુનેગાર કર્મચારીઓની રિટાયર થયા પછી પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકવાની સત્તા આપવામાં આવી છે.

જાણો કેવી રીતે થશે કાર્યવાહી
 

  • જારી કરાયેલા નિયમો મુજબ જો નોકરી દરમિયાન આ કર્મચારીઓ સામે કોઈ ખાતાકીય કે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવશે તો તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવાની પણ રહેશે.
  • જો કોઈ કર્મચારી રિટાયર થયા પછી ફરીથી નોકરીમાં નિયુક્ત થાય છે, તો તેના માટે સમાન નિયમો લાગુ થશે.
  • જો કોઈ કર્મચારી રિટાયરમેન્ટ પછી પેન્શન અને ગ્રેચ્યુઈટી લઈ ચુક્યો હોય અને તે દોષિત ઠરે તો તેની પાસેથી પેન્શન અથવા ગ્રેચ્યુઈટીની સંપૂર્ણ અથવા આંશિક રકમ વસૂલ કરી શકાય છે.
  •  તેનું મૂલ્યાંકન વિભાગને થયેલા નુકસાનના આધારે કરવામાં આવશે.
  • જો ઓથોરિટી ઇચ્છે તો કર્મચારીનું પેન્શન અથવા ગ્રેચ્યુઈટી કાયમ માટે અથવા તો અમુક સમય માટે બંધ કરી શકે છે.

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!