મુંબઈ શહેરમાં ફરી મેઘરાજાએ બોલાવી ધડબડાટી- આ વિસ્તારોમાં ભારે વરસાદ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં ફરી એક વાર મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે ત્યારે મુંબઈમાં આજે અનરાધાર વરસાદ (Heavy rain) વરસી રહ્યો છે. મહત્વનું છે કે ગત ત્રણ-ચાર દિવસથી મુંબઈ(Mumbai)માં વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહ્યું હતું ત્યારે આજે દાદર, વરલી, સાયન, ઘાટકોપર, ચેમ્બુર, મુલુંડ, વિક્રોલી અને અંધેરી જેવા વિસ્તારોમાં બપોરે બે વાગ્યાથી ભારે વરસાદ વરસી રહ્યો છે.

દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે મુંબઈમાં આગામી બે દિવસ સુધી વરસાદ(Rain) ચાલુ રહી શકે છે. IMD મુજબ, તમિલનાડુના દરિયાકાંઠે ચક્રવાતી પરિભ્રમણની રચના થઈ છે અને અન્ય ચોમાસાની સિસ્ટમને કારણે શહેરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  ઠાકરેની ઉમેદવાર ઋતુજા લટકેનો ચૂંટણી લડવાનો માર્ગ થયો મોકળો- બોમ્બે હાઇકોર્ટે પાલિકાને આપ્યો આ મોટો આદેશ 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More