News Continuous Bureau | Mumbai
દિલ્હી એનસીઆરમાં(Delhi NCR) વધતા પ્રદૂષણના(pollution) સ્તર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે(Supreme Court) ફટાકડા પર પ્રતિબંધ(Firecrackers banned) હટાવવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોર્ટ ફટાકડાના ઉપયોગના સંબંધમાં પહેલા વિસ્તૃત આદેશ પસાર કરી ચુકી છે અને પાછલો આદેશ યથાવત રહેશે. અમે રાષ્ટ્રીય રાજધાની(National Capital) ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધ હટાવીશું નહીં. અમારો આદેશ ખૂબ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરતા ભાજપના સાંસદ(BJP MP) મનોજ તિવારીની(Manoj Tiwari) અરજી પર આ ચુકાદો આપ્યો છે. મનોજ તિવારીએ અરજી દાખલ કરી તહેવારની સીઝન(Festival season) દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને પડકાર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધને લઈને અમારો સ્પષ્ટ આદેશ છે. અમે ફટાકડાની મંજૂરી કઈ રીતે આપી શકીએ, ભલે તે ગ્રીન ફટાકડા(Green crackers) હોય. શું તમે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જાેયું છે. ન્યાયમૂર્તિ એમ આર શાહની(Justice MR Shah) અધ્યક્ષતાવાળી પીઠે મામલાની સુનાવણી કરતા કહ્યું- ગિવાળી બાદ દિલ્હી એનસીઆરની વાયુ ગુણવત્તા વધુ ખરાબ થશે. જેનાથી સ્થિતિ વધુ ખરાબ થશે. પીઠે આ અરજીને અન્ટ પેન્ડિંગ મામલા સાથે ટેગ કરતા પરાલીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગ્રીન ફટાકડાના ઉપયોગને પણ પ્રતિબંધિત કરવામાં આવે. આગામી કેટલાક દિવસ આપણા બધા માટે મુશ્કેલ હશે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકાર હિંદી ફરજિયાત મામલે ભડક્યા આ દક્ષિણી રાજ્યના મુખ્યમંત્રી- આપી દીધી ભાષા યુદ્ધની ચીમકી
મનોજ તિવારીએ પોતાની અરજીમાં દિલ્હી સરકારના(Delhi Govt) તે આદેશને પડકાર્યો જેમાં હિન્દુઓ, શીખો, ઈસાઈઓ અને અન્ય લોકોના તહેવારોની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અરજીમાં બધા રાજ્યોને તે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી કે આગામી તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ કે ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવા જેવી દંડાત્મક કાર્યવહી ન કરવામાં આવે.