ઓહો શું વાત છે- ના હિન્દી- ના અંગ્રેજી- કડકડાટ સંસ્કૃતમાં ક્રિકેટ કોમેન્ટ્રી- જુઓ મજેદાર વિડીયો  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સંસ્કૃત(Sanskrit )ને વિશ્વની સૌથી જૂની ભાષા અને તમામ ભારતીય ભાષા(Indian language)ઓની જનની માનવામાં આવે છે. આ ઉપરાંત સંસ્કૃતને ‘દેવવાણી’ પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મ(Hindu Dharm)ના લગભગ તમામ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. આજે પણ હિંદુ ધર્મમાં યજ્ઞ અને પૂજા સંસ્કૃત મંત્રો દ્વારા જ થાય છે.  ઘણી શાળાઓમાં સંસ્કૃત ભણાવવામાં આવે છે, પરંતુ મોટાભાગના લોકો આ ભાષા સમજી શકતા નથી. દરમિયાન આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ અને સાંભળીને તમારું દિલ ખુશ થઈ જશે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક બાળકો ગલીમાં ક્રિકેટ (Cricket) રમી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેમની મેચ જોઈ રહ્યા છે. તે જ સમયે, એક વ્યક્તિ કેમેરાથી તેમની મેચ રેકોર્ડ કરી રહ્યો છે અને સંસ્કૃતમાં કોમેન્ટ્રી(commentary in Sanskrit) પણ કરી રહ્યો છે. કેટલાક લોકો હિન્દી પણ સારી રીતે બોલી શકતા નથી, ત્યારે આ વ્યક્તિને કડકડાટ સંસ્કૃત બોલતો જોઈને યુઝર્સ આશ્ચર્યમાં પડી ગયા છે.

આ સમાચાર પણ વાંચો :દશેરા પૂર્વે મુંબઈ દાદર ફુલ માર્કેટમાં જામી ભીડ- આ ફૂલોના ભાવમાં આવ્યો જબરદસ્ત ઉછાળો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More