News Continuous Bureau | Mumbai
તમે ગમે તે હોદ્દા પર હોવ, તમે ગમે તેટલા સફળ કેમ ન હો. પરંતુ તેમ છતાં પણ માતા-પિતાથી ઠપકો સાંભળવો પડતો હોય છે. આવું જ કંઈક બીસીસીઆઈ(BCCI Secretory)ના સેક્રેટરી જય શાહ(Jay Shah) સાથે થયું છે.
વાત જાણે એમ છે કે માણસામાં ગૃહમંત્રી અમિત શાહે (Home miniser Amit Shah) પરિવાર સાથે કુળદેવી(Kuldevi Darshan)ના દર્શન કર્યાં હતા. એ વખતે આરતી દરમિયાન અમિત શાહ તેમના પુત્ર જય શાહને ટપારતા જોવા મળ્યા હતા. જય શાહ ભલે બીસીસીઆઈ(BCCI)માં સેક્રેટરી તરીકેના ઊંચા પદ પર હોય પરંતુ આરતી દરમિયાન બેધ્યાન જણાતા ગૃહમંત્રીએ તેમના દિકરાને ધ્યાન આપવા નાના બાળકની જેમ હળવો ઠપકો આપવો પડ્યો હતો… જુઓ વિડિયો.
Seems like #AmitShah is only worried about his son #JayShah!
Contest: Guess the dialogue there pic.twitter.com/l4jGzJpxLZ
— YSR (@ysathishreddy) September 29, 2022
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સે આ વિડીયો જોયા બાદ એવી પ્રતિક્રિયાઓ આપી છે કે પિતા તો પિતા હોય છે. સાથે જ કેટલાક લોકોએ આ વીડિયો જોઈને કહ્યું છે કે તમે ગમે તે હોદ્દા પર હોવ, તમારે તમારા માતા-પિતાની વાત સાંભળવી પડશે.