News Continuous Bureau | Mumbai
LIC Share Price: વર્ષ 2021માં શેર બજાર (Stock Exchange) ના સૌથી ચર્ચિત અને સૌથી મોટા આઈપીઓ લાવનારી દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના શેરના ભાવ (LIC Share Price) માં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મંગળવાર 27 સપ્ટેમ્બર 2022ના ટ્રેડિંગ સેશનમાં(trading session) લિસ્ટિંગ પછી શેરના ભાવ તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. એલઆઈસીના શેર (LIC Share) 628.20 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયો છે. જ્યારે કંપની 949 રૂપિયા પ્રતિ શેરના ભાવે આઈપીઓ ( IPO) લઈને આવી છે.
ઈશ્યૂ પ્રાઈસથી 34 ટકા નીચે
વિદેશી રોકાણકારોના(foreign investors) વેચવાલીના કારણે શેરબજારમાં(stock market) ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેના અસરના કારણે એલઆઈસીના શેર પણ અછૂતો નથી. જ્યારથી એલઆઈસીના શેરની સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થઈ, તેના પછીથી ક્યારેય પણ શેર તેના આઈપીઓ પ્રાઈસની ઉપર ટ્રેડ નથી થઈ શકયો. એલઆઈસીએ 949 રૂપિયા પ્રતિ શેરના ભાવે આઈપીઓ લઈને આવી હતી. હવે એલઆઈસીના શેર તેના ઈશ્યૂ પ્રાઈસથી 34 ટકા નીચે 628 રૂપિયાની નજીક ટ્રેડ કરી રહ્યો છે. એલઆઈસીના આઈપીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને 321 રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: SBI કાર્ડ દ્વારા ગ્રાહકો માટે તહેવારોની ઓફર શરૂ- 22-5 ટકા સુધીનું મળશે કેશબેક
માર્કેટ કેપમાં 2 લાખ કરોડનો ઘટાડો
એલઆઈસીની માર્કેટ કેપિટલાઈઝેશન ઘટી 3.98 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે જે ઈશ્યૂ પ્રાઈસ પર એલઆઈસી આઈપીઓ લઈને આવી હતી, ત્યારે તેની માર્કેટ કેપ 6 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે એલઆઈસીના માર્કેટ ( Market Capitalization) માં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે.માર્કેટ હોલ્ડરને કોઈ સહારો નથી
આપને જણાવી દઈએ કે LIC એ જ કંપની છે જેણે ઘણા પ્રસંગોએ માર્કેટને સપોર્ટ કરવા માટે કામ કર્યું છે. જ્યારે પણ બજારમાં મોટો ઘટાડો થાય છે, ત્યારે LIC ખરીદી કરીને બજારને રોકવાનો પ્રયાસ કરે છે. આ જ કારણ છે કે શેરબજારમાં લિસ્ટેડ તમામ બ્લુચિપ કંપનીઓમાં LICનો હિસ્સો છે. પરંતુ LIC પોતે જ શેરબજારમાં લિસ્ટેડ હોવાથી તેના શેરમાં ઘટાડાને કોઈ ટેકો આપનાર નથી. સરકારે એલઆઈસીના શેરની મોંઘી પ્રાઈસિંગ દ્વારા હિસ્સો વેચીને આઈપીઓ દ્વારા 20,557 કરોડ રૂપિયા એકત્ર કર્યા પરંતુ રોકાણકારોને તેમના પોતાના હાલ પર છોડી દીધા અને હવે રોકાણકારોની મહેનતની કમાણી ડૂબી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Jioનો પહેલો 5G ફોન આટલી ઓછી કિંમતમાં થશે લોન્ચ- મળશે શાનદાર ફીચર્સ