ચંદીગઢ એરપોર્ટનું નામ બદલાશે- એરપોર્ટનું નામ ભારતનાં સ્વતંત્રતા આંદોલનના આ અગ્રિમ ક્રાંતિકારી પર- રખાશે-વડાપ્રધાને કરી જાહેરાત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી મોદી(Prime Minister Modi) મન કી બાત કાર્યક્રમના (Mann Ki Baat programme) માધ્યમથી રવિવારે ફરી એક વાર દેશવાસીઓેને સંબોધન કર્યું હતું. આ તેમનો માસિક રેડિયો પ્રોગ્રામનો(Radio program) ૯૩મો એપિસોડ હતો. મન કી બાતનું પ્રસારણ ઓલ ઇન્ડિયા રેડિયો(All India Radio,), દૂરદર્શન ઉપરાંત યૂટ્યૂબ(YouTube) તથા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ(Social media platforms) પર પ્રસારિત થયું હતું. પીએમ મોદીએ કહ્યું કે, દેશના ખૂણે ખૂણેથી લોકો ભારતમાં ચિત્તા પરત થતાં ખુશી વ્યક્ત કરી હતી. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે. ગર્વથી ભરેલા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે.

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ફરી એક ચિત્તાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, હાલમાં ચિત્તાએ આપણું ધ્યાન ખેંચ્યું છે. ૭૦ વર્ષ બાદ ચિત્તા દેશમાં આવવાથી બહું ખુશી છે, તેમણે કહ્યુ કે, અમે ચિત્તાની દેખરેખ માટે ટાસ્ક ફોર્સ બનાવી છે. ચિત્તાનું દરેક રીતે ધ્યાન રાખવામાં આવે છે. અમે ટૂંક સમયમાં નક્કી કરી દઈશું કે આપ ચિત્તા પાસે ક્યારે જઈ શકશો. ચિત્તા પર વાત કરવા માટે ઢગલાબંધ મેસેજ આવ્યા, પછી તે યુપીમાંથી અરુણ કુમાર ગુપ્તાજી હોય કે તેલંગણામાંથી એન.રામચંદ્રન રઘુરામજી અથવા તો ગુજરાતમાં રાજનજી હોય કે દિલ્હીના સુબ્રતજી. દેશના ખૂણે ખૂણેથી લોકોએ ભારતમાં ચિત્તાને લઈને ખુશી વ્યક્ત કરી છે. ૧૩૦ કરોડ ભારતવાસી ખુશ છે. ગર્વથી ભરેલા છે. આ ભારતનો પ્રકૃતિ પ્રેમ છે. તેના વિશે લોકોનો એક સવાલ છે કે, મોદીજી અમને ચિત્તા જોવાનો અવસર ક્યારે મળશે? પીએમ મોદીએ કહ્યુ કે ભગત સિંહજીની જયંતિની(Bhagat Singh's birth anniversary) પહેલા તેમને શ્રદ્ધાંજલિ સ્વરુપે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. એ નક્કી કર્યું છે કે, ચંદીગઢ એરપોર્ટનું (Chandigarh Airport) નામ હવે શહીદ ભગતસિંહ ના નામ પર રાખવામાં આવશે. પીએમ મોદીએ ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદે આઝમ ભગત સિંહનું નામ રાખવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. હું ચંડીગઢ, પંજાબ, હરિયાણા અને દેશના તમામ લોકોને આ નિર્ણયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. 

આ સમાચાર પણ વાંચો :તિરુપતિ મંદિરે જાહેર કરી તેની સંપત્તિની વિગતો- શું સાચે જ તિરુપતિ મંદિરની અધધ-આટલા કરોડની સંપત્તિ છે- આંકડો જાણી સૌ ચોક્યા

તેમણે આગળ કહ્યું કે, દેશવાસીઓ, આજથી ત્રણ દિવસ બાદ એટલે કે, ૨૮ સપ્ટેમ્બરે અમૃત મહોત્સવનો એક વિશેષ દિવસ આવી રહ્યો છે. આપણે આ દિવસે ભારત માતાના વીર સપૂત ભગત સિંહજીની જયંતિ મનાવીશું.  ભારતમાં વર્ષોથી એક મોટી મુશ્કેલી હતી કે, Sign Language માટે કોઈ સ્પષ્ટ હાવ ભાવ નક્કી નહોતા કે કોઈ માનક નહોતા. આ મુશ્કેલી દૂર કરવા માટે વર્ષ 2015માં Indian Sign Language Research and Training Center(ISLRT)ની સ્થાપના થઈ. મને ખુશી છે કે, આ સંસ્થા અત્યાર સુધીમાં દશ હજાર અને Expressionsના શબ્દકોષ તૈયાર કરી ચુક્યું છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણે જોયું છે કે, તહેવારો પર પેકિંગ માટે પોલિથીન બેગ્સનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે. સ્વચ્છતાના પર્વ પર પોલીથીન જે એક નુકસાનકારક કચરો છે. આ પણ આપણા પર્વોની ભાવના વિરુદ્ધ છે. એટલા માટે આપણે સ્થાનિક સ્તર પર બનેલી નોન પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરવાનું રાખીએ. આપણે સુતરાઉ, કેળા એવી કેટલીય પરંપરાગત બેગનું ચલણ ફરી એક વાર વધી રહ્યું છે. આ આપણી જવાબદારી છે કે, આપણે તહેવારો પર તેને પ્રોત્સાહન આપીએ અને સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણની સ્વસ્થ્ય રાખવાની જવાબદારી નિભાવીએ.

આ સમાચાર પણ વાંચો : 17થી 18 વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી- ઘટના સીસીટીવીમાં થઇ કેદ-જુઓ હચમચાવી દે તેવો વીડિયો

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More