News Continuous Bureau | Mumbai
આજે આપણી રહેવાની શૈલી અને ખાવાની શૈલી(Living style and eating style) એવી છે કે અહીં સુધી પહોંચતા કેટલી સદીઓ લાગી છે. ક્યારેક તમે 20-30 વર્ષ પહેલાનો વિચાર કરશો તો તમને ખબર પડશે કે આપણા ટેસ્ટમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. જો કે, એ હકીકતને નકારી શકાય નહીં કે વસ્તુઓ હજી પણ સમાન હતી, પરંતુ તે બનાવવાની અને પ્રક્રિયા કરવાની રીત અલગ હતી. દાખલા તરીકે, આજે આપણે જે પનીર(paneer) ખૂબ ઉત્સાહથી ખાઈએ છીએ તે સદીઓ પહેલા પણ હાજર હતું, તેના પુરાવા પણ પુરાતત્વવિદોને(archaeologist) મળી આવ્યા છે.
પુરાતત્વવિદોને ઇજિપ્તના(Egypt) સક્કારા નેક્રોપોલિસમાં(Saqqara Necropolis) બનેલી પ્રાચીન કબરમાંથી(ancient tomb) પનીરનો ટુકડો મળ્યો છે. આ ટુકડો માટીના વાસણમાં (clay pot) હતો અને આજથી 26 હજાર વર્ષ જૂનો જણાવવામાં આવી રહ્યો છે. આ વસ્તુને તે સમયે હલ્લોમી કહેવામાં આવતું હતું અને તે માટીના વાસણોમાં મોલ્ડમાં સંગ્રહિત હતું.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- હળદર વાળા દૂધ નું વધુ પડતું સેવન છે બાળકો માટે છે હાનિકારક-જાણો તેની યોગ્ય માત્રા વિશે
પનીરનો સ્વાદ સદીઓથી લેવામાં આવે છે
પુરાતત્વવિદો દ્વારા મળેલ ચીઝ અથવા પનીરનો ટુકડો મળ્યો છે, તે સફેદ છે અને તે લગભગ 2600 વર્ષ જૂના એક પ્રાચીન ગુંબજમાં હતો. રિપોર્ટ્સ અનુસાર, આ સાથે ગુંબજમાં કેટલાક મોલ્ડ પણ મળ્યા છે, જેમાં પનીરને રાખવામાં આવતું હતું. કેટલાક વિશ્લેષણ સૂચવે છે કે પનીર બનાવવાની શરૂઆત 26 થી 27 માં રાજવંશમાં એટલે કે 688 થી 525 ઈસ પૂર્વે કરવામાં આવી હતી. તેને હલોમી કહેવામાં આવતું હતું, જે બકરી, ઘેટાં અને ક્યારેક તો ગાયના દૂધમાંથી પણ તૈયાર કરવામાં આવતું હતું. તે શેકેલા અને તળેલા કરી શકાય છે. તે માંસના વિકલ્પ તરીકે જાણીતું હતું. સુપ્રીમ કાઉન્સિલ ઓફ આર્કિયોલોજીના સેક્રેટરી જનરલને કહ્યું કે તેનો ઉપયોગ ઇજિપ્તવાસીઓ દ્વારા હેરમ તરીકે કરવામાં આવતો હતો, જેને પાછળથી હેલોમ અને પછી હેલોમુ ચીઝ કહેવામાં આવતું હતું.
આ સમાચાર પણ વાંચો :શુદ્ધ ઘીની જલેબી- નાયલોન ફાંફડા અને તરોતાજા ફરસાણ ખાવા હોય તો પહોંચી જાઓ મુંબઈના મલાડ-વેસ્ટ-ના આ ફરસાણ માર્ટમાં
આ પહેલા પણ મળી આવ્યું છે પનીર
એવું નથી કે સક્કારામાં મળેલું 2600 વર્ષ જૂનું પનીર વિશ્વનું સૌથી જૂનું પનીર છે. વર્ષ 2018ની શરૂઆતમાં, સંશોધકોને(researchers) પટાહમ્સના(Pathams) ગુંબજની અંદર સફેદ પનીરનો ટુકડો (White Paneer Piece) મળ્યો હતો. તે લગભગ 3000 વર્ષ જૂનું હતું. પનીરનો આ ટુકડો તૂટેલા બરણીમાંથી મળી આવ્યો હતો. તે સંપૂર્ણપણે કપડાથી ઢંકાયેલું હતું અને નક્કર હતું. જ્યારે તેની તપાસ કરવામાં આવી તો તે ગાય અને બકરીના દૂધમાંથી બનેલું પનીર હતું.