News Continuous Bureau | Mumbai
મુંબઈ-અમદાવાદ હાઈવે(Mumbai-Ahmedabad Highway) દિવસેને દિવસે વધુ જોખમી બની રહ્યો છે. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીનું (businessman Cyrus Mistry) મુંબઈ-અમદાવાદ હાઈવે પર પાલઘર ચાર સપ્ટેમ્બરના થયેલા એક્સિડન્ટમાં(Road accident) મૃત્યુ થયો હોવાનો બનાવ તાજો છે. ત્યાં હવે ફરી એક વખત આ હાઈવે લોકોનો જાનનો દુશ્મન બન્યો હોવાનું જણાઈ આવ્યું છે. હાઈવે પર પાલઘરમાં(Palghar) બે જુદા જુદા એક્સિડન્ટમાં પાંચના મોત થયા છે.
મળેલ માહિતી મુજબ પાલઘર જિલ્લામાં હાઈવે પર મંગળવારે આ દુર્ઘટના બની હતી, જેમાં બે કારના એક્સિડન્ટમાં(car accident) ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત થયા હતા. વાહનચાલકોના આરોપ મુજબ હાઈવે પર રહેલા ખાડાઓ એક્સિડન્ટ(potholes) માટે કારણભૂત બની રહ્યા છે.
તલાસરી પોલીસના(Talasari Police) કહેવા મુજબ મહારાષ્ટ્ર-ગુજરાતની(Maharashtra-Gujarat) હદ પર તલાસરી તાલુકામાં આવતા હાઈવે પર આમગાવ નામના ગામમાં બે એક્સિડન્ટ થયા હતા, જેમાં વાહનચાલક મુંબઈથી ગુજરાત જઈ રહ્યો હતો અને આમગાવ પાસે ગાડી પર નિયંત્રણ ગુમાવી દીધો હતો અને ડીવાઈડર જંપ કરીને ટેમ્પો સાથે ભટકાઇ હતી જેની માટે રસ્તા પર ખાડાને જવાબદાર માનવામાં આવે છે. એક્સિડન્ટ બાદ ઘટના સ્થળે ત્રણ લોકોના મૃત્યુ થયા હતા. ખાડાને કારણે વાહનચાલકો ગાડી પરનો નિયંત્રણ ગુમાવી દેવાનો બનાવ બનતો હોય છે. બીજા બનાવમાં મુંબઈથી ગુજરાત જતી કાર ટેમ્પો સાથે અથડાઈ હતી અને ઘટના સ્થળે જ બેના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવા શિવસેનાનો મરણિયો પ્રયાસ- મંજૂરી મેળવવા મૂકી હાઇકોર્ટમાં દોડ- અરજી પર આ તારીખે થશે સુનાવણી
સાયરસ મિસ્ત્રીના એક્સિડેન્ટલ મૃત્યુ બાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ નેશનલ હાઈવે ઓથોરીટીએ(District and National Highway Authority) તાજેતરમાં 110 કિલોમીટરના પટ્ટામાં ઈન્સ્પેકશન કર્યું હતું. એ દરમિયાન ભારે વરસાદને કારણે રસ્તા પર પડેલા ખાડાઓને લઈને વાહનચાલકોએ ફરિયાદ કરી હતી.