News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના લખીમપુર(Lakhimpur) સદર કોતવાલી વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રાજાપુર ચારરસ્તા પર એક વ્યક્તિએ પોતાની બાઇક(Bike)ને આગ(Fire) ચાંપી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે તે ટ્રાફિક પોલીસ (Traffic Police)દ્વારા 2000 રૂપિયાનું ચલણ(Chalan) ફટકારવામાં આવતા ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. જેથી ગુસ્સે થઇને તેણે પોતાની બાઇકમાં આગ લગાવી દીધી.
Video: Furious Over Being Fined for Riding Without Helmet and With Two Pillion Riders, Man Sets Bike on Fire in Front of Traffic Cops
A man allegedly set his own bike on fire in Uttar Pradesh’s Lakhimpur after traffic police issued a challan to him for violating traffic rules. pic.twitter.com/OhURB9ObGD
— Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 20, 2022
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, સદર કોતવાલી વિસ્તારની રાજાપુર પોલીસ ચોકી પાસે તૈનાત ટ્રાફિક પોલીસ કર્મચારીઓ વાહનોના ચલણ કાપી રહ્યા હતા, તે દરમિયાન હીરો હોન્ડા બાઇક(bike) પર ત્રણ યુવકો આવતા જોવા મળ્યા. આના પર ટ્રાફિક પોલીસ(Traffic Police)ના જવાનોએ તે બાઇકને રોકવાનો પ્રયાસ કર્યો તો બાઇક સવાર ટ્રાફિક કર્મચારી(traffic personnels)ઓ સાથે બાખડી પડ્યો અને થોડીવાર બાદ બાઇક સવાર પરત ફર્યો, ત્યારબાદ તેણે રાજાપુર(Rajapur)ના ચાર રસ્તા પર વચ્ચોવચ તેની બાઇકને આગ(Bike on Fire)ચાંપી દીધી હતી, જેનાથી આ સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને સ્ટેટ હાઈવે પર બંને બાજુ લાંબો જામ(Traffic Jam) થઈ ગયો.
આ સમાચાર પણ વાંચો : મુખ્યપ્રધાન શિંદેની મોટી જાહેરાત- આ લોકો સામે નોંધાયેલા પોલીસ કેસ પાછા ખેંચાશે
રોડ પર વચ્ચોવચ બાઇક સળગતી જોઈને સ્થળ પર તૈનાત ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને સિવિલ પોલીસના જવાનોએ ઘટનાસ્થળે આવીને રોડ પર સળગતી બાઇક પર પાણી નાખીને કોઈ રીતે આગને કાબુમાં લીધી હતી. સ્થળ પર હાજર ટ્રાફિક પોલીસ કર્મચારીઓએ બાઇકને આગ લગાડનાર યુવકને પકડી લીધો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયા.