હવે મહિલાઓને ટ્રેનમાં સીટ માટે ચિંતા કરવાની જરૂર નહીં પડે. રેલવે દ્વારા મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહિલાઓને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. નવી જાહેરાત મુજબ ભારતીય રેલવે બસ અને મેટ્રો ટ્રેનની જેમ મહિલાઓ માટે પણ સીટો અનામત રાખશે.મહિલાઓ માટે સીટ રિઝર્વહવે રેલવે (Indian Railways) દ્વારા લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે સીટો રિઝર્વ (Special Berths for Female Passengers in Trains) કરવામાં આવી છે. આ સિવાય મહિલાઓની સુરક્ષા માટે પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnaw) એ જણાવ્યું કે ટ્રેનોમાં મહિલાઓની સુવિધા માટે ભારતીય રેલવે (Indian Railways) એ રિઝર્વ બર્થ ફિક્સ કરવા સહિત અનેક સુવિધાઓ શરૂ કરી છે.સ્લીપર ક્લાસમાં છ સીટ રિઝર્વરેલવે મંત્રીએ જણાવ્યું કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો (Mail and Express Trains) માં સ્લીપર ક્લાસમાં મહિલાઓ માટે છ બર્થ રિઝર્વ હશે. રાજધાની એક્સપ્રેસ (Rajdhani), ગરીબ રથ (Garib Rath) અને દુરંતો સહિત સંપૂર્ણ એર કન્ડિશન્ડ એક્સપ્રેસ ટ્રેનોના થર્ડ એસી (3AC class) માં છ બર્થ મહિલાઓ માટે આરક્ષિત રાખવામાં આવ્યા છે.ટ્રેનના દરેક સ્લીપર કોચ (Sleeper Class) માં છ લોઅર બર્થ (Lower Berths), 3 ટિયર એસી કોચમાં ચારથી પાંચ લોઅર બર્થ અને 2 ટિયર એસીમાં ત્રણથી ચાર લોઅર બર્થ સીનિયર સિટીઝન, 45 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓ અને સગર્ભા સ્ત્રી (Pregnant Women) ઓ માટે રિઝર્વ છે.અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મહિલા મુસાફરોની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) GRP અને જિલ્લા પોલીસ મુસાફરોને સુરક્ષા પૂરી પાડશે. આ સિવાય ટ્રેનો અને સ્ટેશનો પર મહિલાઓ સહિત અન્ય મુસાફરો માટે જીઆરપી (GRP) ની મદદથી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ખુશખબર – રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત, ટ્રેનમાં મહિલાઓને મળશે કન્ફર્મ ટિકીટ
226
Join Our WhatsApp Community