આજે તારીખ – ૧૭-૦૯-૨૦૨૨ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Dr. Mayur Parikh

આજનો દિવસ
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨, શનિવાર

"તિથિ" – આજે બપોરે ૨.૧૪ સુધી ભાદરવા વદ સાતમ ત્યારબાદ ભાદરવા વદ આઠમ રહેશે, વિ. સંવત ૨૦૭૮

"દિન મહીમા"
ચંદન સાતમ, ઘનશ્યામલાલજી ઉ.સુરત, મહાલક્ષ્મી વ્રત સમાપ્ત, કાલાષ્ટમી, અશોકાષ્ટમી, કન્યા સંક્રાતિ ૭.૨૨, મુ.૪૫ સમર્ધ, પૂ.કાળ ૭.૨૨ થી ૧૩.૨૬, રોહોણી
 
"સુર્યોદય" – ૬.૨૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૬.૩૮ (મુંબઈ)

"રાહુ કાળ" – ૯.૩૦ – ૧૧.૦૧

"ચંદ્ર" – વૃષભ, મિથુન
આજે જન્મેલા બાળકની રાશી વૃષભ અને ૧૮-સપ્ટેમ્બર રાત્રે ૧.૪૪ થી મિથુન રહેશે.

"નક્ષત્ર" – રોહિણી, મૃગશીર્ષ (૧૨.૨૧)

"ચંદ્ર વાસ" – દક્ષિણ
પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
શુભઃ ૭.૫૯ – ૯.૩૦
ચલઃ ૧૨.૩૩ – ૧૪.૦૪
લાભઃ ૧૪.૦૪ – ૧૫.૩૬
અમૃતઃ ૧૫.૩૬ – ૧૭.૦૭

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૮.૩૮ – ૨૦.૦૭
શુભઃ ૨૧.૩૬ – ૨૩.૦૪
અમૃતઃ ૨૩.૦૪ – ૨૪.૩૩
ચલઃ ૨૪.૩૩ – ૨૬.૦૨
લાભઃ ૨૮.૫૯ – ૩૦.૨૮

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
કાર્યસિદ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આવકમાં વૃદ્ધિ થાય, લોકો માં આદર પ્રાપ્ત થાય, શુભ દિન.

"કર્કઃ"(ડ,હ)-
વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ, પ્રગતિ થાય.

"સિંહઃ"(મ,ટ)-
ધ્યાન યોગ મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે, કામકાજ માં સફળતા મળે.

"તુલાઃ"(ર,ત)-
આંતરિક સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હિતશત્રુઓ થી સાવધાન રહેવું, નવા પરિચયમાં ખ્યાલ રાખવો.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"મકરઃ"(ખ,જ)-
જમીન મકાન વાહનસુખ સારું રહે, આગળ વધવાની તક મળે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, દિવસ લાભદાયક રહે.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો, પ્રગતિ થાય.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More