News Continuous Bureau | Mumbai
મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો (Mumbai-Pune Expressway) ઉપયોગ કરનારા મુસાફરોને આવતા વર્ષથી એટલે કે પહેલી એપ્રિલ, 2023થી વધુ ટોલ ચૂકવવો પડવાનો છે. પુણે-મુંબઈ એક્સપ્રેસ વે ના ટોલ ચાર્જિસમાં(toll charges) 18 ટકા વધારો કરવામાં આવવાનો છે. આ ભાવ વધારો દર ત્રણ વર્ષે નક્કી કરવામાં આવે છે. અગાઉ પહેલી એપ્રિલ, 2020ના રોજ પણ આવો જ વધારો થયો હતો. વટહુકમમાં 2030 સુધી દર ત્રણ વર્ષે ટેરિફ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદનુસાર, નવા ટોલ દર(New toll rates) પહેલી એપ્રિલ, 2023 થી લાગુ થશે.
IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરના(infrastructure) ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે(Chief Financial Officer) મિડિયા હાઉસને જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે દર ત્રણ વર્ષે એક નિશ્ચિત ટેરિફ વધારો છે, જે 18 ટકા છે. તે મુજબ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટેરિફમાં(tariff) વધારો આવતા વર્ષે પહેલી એપ્રિલ, 2023થી થવાનો છે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન- એક વિડિયો કોલ આવ્યો અને ઘાટકોપરના સિનિયર સિટિઝનનું બેંક ખાતું થઈ ગયું ખાલીખમ