News Continuous Bureau | Mumbai
ઘાટકોપર(Ghatkopar) (પશ્ચિમ) ના એક 75 વર્ષીય દાદાજી તાજેતરમાં એક મહિલા સાથે વિડિઓ કૉલના(Video call) ચક્કરમાં ફસાયા હતા અને પછી સાયબર છેતરપિંડીનો(Cyber fraud) શિકાર બન્યા. બ્લેકમેલ(Blackmail) કરનારોએ રેકોર્ડિંગ દ્વારા બ્લેકમેલ કરીને વૃદ્ધ પાસેથી સવા બે લાખ રૂપિયા એઠ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. આ પ્રકરણમાં ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં(Ghatkopar Police Station) કેસ નોંધવામાં આવ્યો છે.
કેસની તપાસ કરી રહેલી ઘાટકોપર પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદીને પાંચ સપ્ટેમ્બરે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ (WhatsApp message) મળ્યો હતો જેમાં લખ્યું હતું: "હું જયપુરથી છું." આ પછી તે જ નંબર પરથી વીડિયો કોલ(Video call) આવ્યો હતો. જ્યારે તેણે કોલ રિસીવ કર્યો ત્યારે તેણે એક મહિલાને કપડાં ઉતારતી જોઈ. મહિલાએ તેને લાઈક કરો અથવા કોલ કટ કરો એવું કહ્યું હતું.
થોડા કલાકો બાદ તેને અન્ય અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. “દિલ્હી પોલીસના(Delhi Police) આઈપીએસ અધિકારી(IPS officer) રાહુલ અહિરવાર (Rahul Ahirwar) તરીકે ઓળખાવતા ફોન કરનારે ઘાટકોપરના આ દાદાજીને કહ્યું કે તેની પાસે એક મહિલા સાથેની તેની સ્પષ્ટ વિડિયો કૉલ વાતચીતનું રેકોર્ડિંગ છે અને જો તે 30,500 રૂપિયા નહીં આપે તો તે વીડિયો YouTube પર અપલોડ કરી નાખશે.
આ સમાચાર પણ વાંચો : વેસ્ટર્ન હાઈવે પર આ વિસ્તારમાં તૂટી પડ્યો બ્રિજનો સ્લેબ- મુંબઈગરા થયા પેનિક
નકલી પોલીસ અધિકારીએ ફરિયાદી સામે એફઆઈઆર નોંધવાની ધમકી પણ આપી હતી, જો તે પૈસા ચૂકવવામાં આનાકાની કરશે. ડરના માર્યા ફરિયાદીએ ફોન કરનારને રકમ ટ્રાન્સફર કરી દીધી. આ પછી તેને બીજા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાને પત્રકાર રાહુલ શર્મા(Journalist Rahul Sharma) તરીકે ઓળખાવ્યો હતો અને ધમકી આપી હતી કે જો ફરિયાદી 50,000 રૂપિયા નહીં ચૂકવ્યા તો રેકોર્ડ કરેલ વીડિયો કોલ સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. જ્યારે પીડિતાએ રકમ ટ્રાન્સફર કરી, ત્યારે આરોપી તેની પાસેથી વધુ રકમ લેવા માટે તેને બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું હતું. એમ કરીને ફરિયાદ પાસેથી આરોપીઓએ 2.21 લાખ રૂપિયા એઠવામાં સફળ રહ્યા હતા.
જ્યારે તેઓએ વધુ પૈસા માંગ્યા, ત્યારે છેવટે વૃદ્ધે 12 સપ્ટેમ્બરના રોજ પોલીસનો સંપર્ક કર્યો. ઘાટકોપર પોલીસે બે આરોપીઓ સામે કેસ નોંધ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના ઝવેરી બજારમાં EDનો દરોડો- ખાનગી લોકરમાંથી જપ્ત કર્યો સોના ચાંદીનો જથ્થો- કિંમત જાણી ચોંકી જશો