News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) સાંગલી જિલ્લાના(Sangli District) જત તાલુકાના(Jat Taluka) લવંગા ગામમાં સાધુઓની(sadhus ) મારપીટની પોલીસે ગંભીર નોંધ લીધી છે. આ મામલામાં કેસ નોંધ્યા બાદ છ લોકોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ગેરસમજના કારણે સાધુઓની મારપીટ થયું હોવાનું બહાર આવી રહ્યું છે. જોકે આ બનાવે રાજકીય સ્વરૂપ (political form) પકડી લીધું છે.
જત તાલુકાના લવંગા ખાતે ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ચાર સાધુઓને બેરહેમીથી માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મથુરાના (Mathura) ચાર સાધુઓ કોઈ કામ માટે કર્ણાટક(Karnataka) આવ્યા હતા. ત્યારબાદ તેઓ ભગવાનના દર્શન માટે જત તાલુકાના લવંગા થઈને પંઢરપુર જવા નીકળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : ગોઝારો બુધવાર- અમદાવાદમાં મોટી દુર્ઘટના- નિર્માણધીન ઈમારતની લિફ્ટ સાતમા માળેથી તૂટી પડી- આટલા શ્રમિકોના નિપજ્યા મોત
દરમિયાન, લવંગા ખાતે, તેણે એક છોકરાને પંઢરપુરનો(Pandharpur) રસ્તો પૂછ્યો હતો. જોકે તે છોકરો સાધુઓની ભાષા સમજી શક્યો નહીં. છોકરાએ બીજા ગામના લોકોને બોલાવ્યા. ગ્રામજનોને શંકા ગઈ કે આ સાધુઓ ચોર છે અને બાદમાં તેઓએ સાધુની મારપીટ ચાલુ કરી દીધી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પૂરા બનાવ બાદ તપાસમાં તેઓ યુપીના સાધુઓ હોવાનું જણાયું હતું. મારપીટ બાદ પણ તેઓ પોલીસને ફરિયાદ કરવાના મૂડમાં ન હતા. તેથી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
આ તમામ મામલાની ગંભીર નોંધ લઈને ઉમદી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ વધુ શકમંદોની શોધ ચાલુ છે.