ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની નવી રણનીતિ – આ કેટેગરી ના ઉમેદવારો હશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાહુલ ગાંધી(Rahul Gandhi)ના ગુજરાત પ્રવાસ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)ની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે. આવનારી વિધાનસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીએ ગુજરાત (Gujarat)માં પ્રચાર શરૂ કરી દીધો છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવારોનું લિસ્ટ પણ લગભગ થોડા દિવસોમાં જાહેર કરશે.આ વખતે યુવા,મહિલાઓ ને ટિકિટ આપવાનું કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે. નવા ચહેરાઓ યુવાઓ અને મહિલાઓને વધારે ટિકિટ આપવાની વાત કરી છે.કોંગ્રેસે ઉમેદવારોનું પહેલું લિસ્ટ તૈયાર કરી દીધું છે. આ અંગે કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાએ કહ્યું કે, 'ગુજરાતમાં કોંગ્રેસ સારી સ્થિતિમાં છે. નવા ચહેરાઓ, નવજુવાન અને મહિલાઓને ટિકિટમાં પ્રાધાન્ય અપાયું છે. કોંગ્રેસના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ શ્રેષ્ઠ હશે. ગુજરાત કોંગ્રેસમાં યુનિટી જોવા મળી રહી છે. ઉમેદવારોના બાયોડેટા મેળવી PEC-સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણય લેવાશે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો લંડનથી ચોરી થયેલી આ લકઝરીયસ કાર છેક પાકિસ્તાનથી મળી આવી- ગાડીની કિંમત જાણીને ઉડી જશે હોશ 

રાહુલ ગાંધીની મિટિંગ બાદ કોંગ્રેસમાં જોશ વધ્યો છે. સ્વાર્થ માટે લોકો પક્ષ છોડીને જતા હોય છે. રાહુલ ગાંધી હંમેશા યુવાઓને પોલિટિક્સ માં આવવાની વાત કરતા હોય છે અને આ વખતની ચૂંટણીમાં યુવાઓ અને મહિલાઓને વધારે પ્રાધાન્ય આપવાની વાત કોંગ્રેસ દ્વારા કરી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે નબળી પડતી દેખાઈ રહી છે ત્યારે હાઇકમાન્ડ તરફથી યુવાઓ અને મહિલાઓને આકર્ષવા તેમજ પાર્ટી તૂટતી અટકે તે માટે એક પ્રયોગ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે.ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસના નેતાઓ એક બાદ એક પાર્ટી માંથી રાજીનામુ આપી રહ્યા છે ત્યારે હાઇકમાન્ડએ નોંધ પણ લીધી છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More