News Continuous Bureau | Mumbai
ગણેશોત્સવ(Ganesh festivalને ધ્યાનમાં રાખીને મુંબઈ(Mumbai) માં ભારે વાહનો(heavy vehicle) ના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પોલીસ પ્રશાસને(mumbai police) નિર્ણય લીધો છે.
મુંબઈમાં 5, 6 અને 9 સપ્ટેમ્બરે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ(bann) મૂકવામાં આવ્યો છે.
એટલે કે આ ત્રણ દિવસ ભારે વાહનોને મુંબઈમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
જો કે શાકભાજી, દૂધ, બ્રેડ અને બેકરી ઉત્પાદનો વહન કરતા વાહનો, પીવાના પાણીના ટેન્કર, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન ટેન્કર, એમ્બ્યુલન્સ, સરકારી અને અર્ધ સરકારી વાહનો, સ્કૂલ બસોને મુક્તિ આપવામાં આવી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા આ સંદર્ભે આદેશ જારી કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ બાદ આ વર્ષે ગણેશોત્સવ 31 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ભક્તોએ લાલબાગના રાજાના ચરણોમાં દિલ ખોલીને કર્યું દાન- માત્ર ચાર દિવસમાં આવ્યું અધધ આટલા કરોડ રૂપિયાનું દાન