News Continuous Bureau | Mumbai
અમેરિકન ખેલાડી(US Player) સેરેના વિલિયમ્સે (Serena Williams) ટેનિસ કોર્ટ (Tennis)ને અલવિદા કહી દીધું છે. યુએસ ઓપન(US Open)ના ત્રીજા રાઉન્ડમાં હાર સાથે તેની 27 વર્ષની સુવર્ણ યાત્રાનો અંત આવ્યો છે. આ તેની કારકિર્દીની છેલ્લી મેચ હતી. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા, સેરેનાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં યુએસ ઓપનને તેની છેલ્લી ટૂર્નામેન્ટ(Last Tournament) ગણાવીને તેની નિવૃત્તિ(Retirement)નો સંકેત આપ્યો હતો. કારકિર્દી(Career)ની છેલ્લી મેચમાં સેરેનાને ઓસ્ટ્રેલિયા(Australia)ની અજલા ટોમલ્જાનોવિક(Ajla Tomljanovic) સામે 7-5, 6-7, 6-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.
One final wave pic.twitter.com/HivoQiMDdT
— US Open Tennis (@usopen) September 3, 2022
સેરેના વિલિયમ્સે તેની હાર બાદ ભીની આંખો સાથે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું. તેણે દરેકનો આભાર માન્યો અને તેના તમામ નજીકના લોકોને પણ યાદ કર્યા. સેરેનાએ કહ્યું કે, તમારા બધાનો આભાર. તમે બધા ખૂબ જ સારા છો. થેન્ક યુ પપ્પા, હું જાણું છું કે તમે જોતા જ હશો. થેન્ક યુ મમ્મી. હું અહિયાં હાજર તમને બધાને થેન્ક યુ કહેવા માંગુ છું કે જેઓ વર્ષોથી મારી સાથે ઉભા છે. હું બધાની આભારી છું.
આ સમાચાર પણ વાંચો : વિશ્વમાં વાગ્યો ડંકો- સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતે આ દેશને છોડી દીધો પાછળ- આ ક્રમાંક પર પહોંચ્યો દેશ
ઉલ્લેખનીય છે કે સેરેના વિલિયમ્સની ગણના ટેનિસ જગતની મહાન ખેલાડીઓમાંથી થાય છે. તેને પોતાની કારકિર્દીમાં 23 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.