News Continuous Bureau | Mumbai
વિદ્યા બાલન છેલ્લે શેફાલી શાહ સાથે ફિલ્મ ‘જલસા’માં જોવા મળી હતી. આ મર્ડર મિસ્ટ્રી (murder mistry)ફિલ્મમાં તે પત્રકારની(journalist) ભૂમિકામાં જોવા મળી હતી. હવે અભિનેત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં તે ટેલિવિઝન શો ‘અનુપમા’ના(Anupama dialog) લોકપ્રિય ડાયલોગ 'આપકો ક્યા' પર એક્સપ્રેશન આપતી જોવા મળે છે.
રૂપાલી ગાંગુલી ટેલિવિઝન શો ‘અનુપમા’માં મુખ્ય ભૂમિકામાં છે. આ શો ટીઆરપીની રેસમાં(TRP race) સૌથી આગળ છે. શોના ડાયલોગ્સથી લઈને સીન સુધી, દર્શકોને દરેક વસ્તુ ખૂબ પસંદ આવે છે. આ દિવસોમાં ઘણા સેલેબ્સ શોના ડાયલોગ 'આપકો ક્યા' પર રીલ વીડિયો(reel) બનાવી રહ્યા છે. તેમાં વિદ્યા બાલનનું નામ પણ જોડાયું છે. તેણે બાથટબમાં બેસીને આ વીડિયો બનાવ્યો હતો.વીડિયોમાં, વિદ્યા બાલન લિપસિંક (lipsik)પર ડાયલોગ 'આપકો ક્યા' પર એક્સપ્રેશન(expression) આપતી જોવા મળે છે. અભિનેત્રીએ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, બોલો, બોલો. યુઝર્સ આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ટીમ ઈન્ડિયાના અંગ્રેજી બોલવા અંગે ટ્વીટ કરીને ફસાયા તારક મહેતાના નિર્માતા અસિત મોદી- ક્રિકેટ ચાહકોએ લઈ લીધા આડે હાથ- આપ્યા આવા જવાબ
વિદ્યા બાલનને તેની ફિલ્મી કરિયરનો પહેલો બ્રેક ફિલ્મ ‘પરિણીતા’(Parinita)માં મળ્યો હતો. વિવેચકો દ્વારા આ ફિલ્મની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ સાબિત થઈ હતી. પરંતુ આ ફિલ્મમાં વિદ્યાનો અભિનય ક્રિટિક્સને ખૂબ જ પસંદ આવ્યો હતો. તે ‘ડર્ટી પિક્ચર’, ‘દેઢ ઇશ્કિયા’, ‘ભૂલ ભુલૈયા’, ‘કહાની’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘હમારી અધુરી કહાની’, ‘કહાની2’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.વિદ્યાની અત્યાર સુધીની ફિલ્મી સફર ઘણી સફળ રહી છે. તેને નેશનલ એવોર્ડ (National award)અને 5 ફિલ્મફેર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી છે.