News Continuous Bureau | Mumbai
આજથી સપ્ટેમ્બર(September) મહિનો શરૂ થઈ રહ્યો છે અને આજથી જ ઘણા નવા નિયમો(new rule) લાગુ થવા જઈ રહ્યા છે. આમાંના કેટલાક નિયમો તમારા ખિસ્સાને ઢીલા કરવાના છે, જ્યારે કેટલાક નિયમો તમારી સુવિધા માટે હશે.
આ મહત્વપૂર્ણ નિયમો 1 સપ્ટેમ્બરથી એટલે કે આજથી બદલાઈ ગયા છે.
1.એલપીજીના ભાવમાં ફેરફાર(LPG Gas cylinder)
19 કિલોગ્રામવાળા કોર્મશિયલ એલપીજી ગેસના સિલિન્ડર આજથી 100 રુપિયા સસ્તા થઈ ગયા છે. કંપનીઓ મુજબ ઈન્ડિયન સિલિન્ડર દિલ્હીમાં 91.50 રુપિયા, કોલકતામાં 100 રુપિયા, મુંબઈમાં 92.50 રુપિયા અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તા થઈ ગયા છે. રસોઈ ગેસની કિંમતોમાં આ કાપ આખા દેશમાં કરવામાં આવ્યો છે. જોકે સ્થાનિક રસોઈ ગેસના સિલિન્ડર 14 કિલોગ્રામના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
2.વધી ગયો ટોલ ટેક્સ(toll tax)
જો તમે દિલ્હી આવવા-જવા માટે યમુના એક્સપ્રેસ વે નો ઉપયોગ કરો છો તો હવે તમારે વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. નાના વાહનો જેમકે કાર પર તમને પ્રતિ કિલોમીટર 10 પૈસા વધુ આપવો પડશે. જ્યારે મોટી કોમર્શિયલ ગાડીઓ જેમ કે ટ્રક માટે 52 પૈસા પ્રતિ કિલોમીટર ટોલ આપવા પડશે.
આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી- 160 માઈલની ઝડપે આવી રહ્યું છે વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું- આ દેશના લોકો માટે મોટો ખતરો
3.હવે આટલું મળશે ઇન્સ્યોરન્સ એજન્ટને કમિશન(Insurance agent commission)
IRDAI ના જનરલ ઈન્શ્યોરન્સના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ઈન્શ્યોરન્સ એજન્ટને 30 થી 35 ટકાના બદલે 20 ટકા જ કમિશન મળશે. આનાથી વીમો લેનારા લોકોની પ્રીમિયમની રકમમાં ઘટાડો થશે.
4.મોંઘી થશે આ બધી કાર (Audi car price increased)
જો તમે પણે ઓડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે પણ મોંઘી થવાની છે. ઓડી કારની કિંમતોમાં 2.4 ટકાનો વધારો થયો છે. તેની નવી કિંમતો 20 સપ્ટેમ્બરથી લાગુ થશે.
આ સમાચાર પણ વાંચો : આખરે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને રોકડું પરખાવી દીધું- કહ્યું- આતો દુકાન છે- કર્મચારીઓ માટે આ કામ કરો
5.પંજાબ નેશનલ બેંક KYC અપડેટ(Punjab National Bank KYC Rule)
પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. બેંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપતા કહ્યું કે, તમામ ગ્રાહકોએ 31 ઓગસ્ટ પહેલા તેમનું KYC કરાવી લેવું જોઈએ. આ માટે તમે બેંક શાખાનો સંપર્ક કરી શકો છો. જો તમે 31 ઓગસ્ટ સુધીમાં તમારું એકાઉન્ટ અપડેટ નહીં કરો તો તમે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં.