News Continuous Bureau | Mumbai
તેલુગુ સિનેમાના સુપરસ્ટાર(Telugu cinema superstar) એક્ટર વિજય દેવરાકોંડાએ(Vijay Devarakonda) બોલિવૂડ ફિલ્મોના(Bollywood movies) બાયકોટ ટ્રેન્ડ(Boycott trend) પર પોતાનું રિએક્શન આપ્યું છે. તે અત્યારે પોતાની અપકમિંગ ફિલ્મ ‘લાઈગર’ના(Liger) પ્રમોશનમાં વ્યસ્ત છે. ‘બાયકોટ’ ટ્રેન્ડની વચ્ચે એક્ટરની ફિલ્મ પણ ટિ્વટર(Twitter) સોશિયલ મીડિયા યુઝર્સ(Social media users) દ્વારા બાયકોટ કરવામાં આવી રહી હતી અને ‘લાઈગર બાયકોટ’ (Liger Boycott) કી- વર્ડ્સ ટ્રેન્ડ (Keywords trend) થવા લાગ્યા હતા. આવામાં હવે ફિલ્મોને બાયકોટને લઈને એક્ટરનું રિએક્શન સામે આવ્યું છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા પર ઘણી ફિલ્મોને બાયકોટ કરવામાં આવી છે જેના કારણે હાલમાં રિલીઝ ફિલ્મોના બોક્સ-ઓફિસ બિઝનેસ પર ખરાબ અસર પડી છે.
વિજય દેવરાકોંડાએ બાયકોટને લઈને કહ્યું કે, તે લાઈગર માટે મહેનત કરશે. એક્ટરનું કહેવું છે, લાઈગર માટે થોડો ડ્રામા થશે એવી આશા તો હતી અને તે તેનો સામનો કરવા માટે પણ તૈયાર છે. લાઈગરની ટીમે આ ફિલ્મને બનાવવા માટે ઘણી મહેનત કરી છે. તેના મતે ડર માટે અહીં કોઈ જગ્યા નથી. જ્યારે તેની પાસે કંઈ નહોતું તો પણ તે નહોતો ડરતો અને હવે જ્યારે થોડું ઘણું હાસિલ કર્યું છે તો તેણે નથી લાગતું કે ડરવાની જરૂર છે. તેની સાથે માતાનો આશીર્વાદ, લોકોનો પ્રેમ, ભગવાનનો આશીર્વાદ છે, અંદર આગ છે અને તેને કોણ રોકશે જોઈ લઈશું.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી
એક્ટરે પોતાના સંઘર્ષોના દિવસને યાદ કર્યા અને કહ્યું કે, તેણે લાગે છે કે જીવને તેણે લડવાનું શીખવાડી દીધું છે. તેણે કહ્યું કે, પહેલા તેણે સન્માન અને પૈસા માટે લડવું પડ્યું. તેના પછી તેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા અને કામ માટે લડવું પડ્યું. તે માને છે કે તેના માટે દરેક ફિલ્મ કોઈ લડાઈથી કમ નહોતી. વિજયે જણાવ્યું કે, જ્યારે તે પોતાની પહેલી ફિલ્મ કરી રહ્યો હતો તો તેના માટે તેણે પ્રોડ્યુસર નહોતા મળી રહ્યા.
એક્ટરે પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે, તેણે એટલા માટે ફિલ્મમાં ફ્રીમાં કામ કર્યું, કેમ કે તેને પ્રોડક્શનના ખર્ચ(Cost of Production) માટે પૈસા એક્ઠા કરવાના હતા. તે સમયે તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(film industry) કંઈ નહોતું. જ્યારે તેની ત્રીજી ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’(Arjun Reddy') રિલીઝ થઈ એ પહેલા તેણે અને તેની ટીમે પ્રોટેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. આ મૂવી બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી અને લોકો તેણે તેના કામના કારણે ઓળખે છે.