News Continuous Bureau | Mumbai
ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ(Petrol and Diesel) મોંઘું થવાની શક્યતા દેખાઈ રહી છે.
કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં (international market) ક્રૂડ ઓઈલના ભાવમાં(crude oil prices) ઉછાળો જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે અને બ્રેન્ટ પણ 101 ડોલરની ઉપર પહોંચી ગયું છે.
જોકે આજે દેશમાં સતત 95માં દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ(Oil marketing companies) ઇંધણના ભાવમાં(fuel prices) કોઈ ફેરફાર કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે ઈરાન(Iran) દ્વારા ક્રૂડનો પુરવઠો(Crude supply) શરૂ કરવાની સંભાવના પછી સાઉદી અરેબિયાએ(Saudi Arabia) ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાની હિમાયત કરી છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- હવે નેતાનું એકાઉન્ટ નહીં પણ આ પાર્ટીની Youtube ચેનલ જ થઈ ગઈ ડિલીટ- પાર્ટીએ કહ્યું- કરવામાં આવશે તપાસ