News Continuous Bureau | Mumbai
ગુજરાતી સીરિયલ્સ(Gujarati Serials), નાટકો, ફિલ્મ જગતના(Film world) લોકપ્રિય કલાકાર, અભિનેત્રી હેપ્પી ભાવસારનું (Actress Happy Bhavsar) માત્ર 45 વર્ષની ઉંમરે નિધન થયું છે.
પ્રાથમિક માહિતી અનુસાર અભિનેત્રીનું ફેફસાંના કેન્સરના(Lung cancer) કારણે મોડી રાત્રે નિધન થયું છે.
હેપ્પી ભાવસારને એક મહિના પહેલાં જ લંગ કેન્સર અંગે જાણ થઇ હતી.
પહેલાં સ્ટેજનું કેન્સર હોવાને કારણે પરિવારને આશા હતી કે તે જલ્દી જ સાજી થઇ જશે. પણ વિધાતાને કંઇક બીજું જ મંજૂર હોય તેમ થયું
અભિનેત્રીએ દૂરદર્શનની 'શ્યામલી'(Shyamali) સીરિયલ દ્વારા કોમર્શિયલ ડેબ્યુ (Commercial debut) કર્યું હતું અને તેમનું પાત્ર લજ્જા ઘર-ઘરમાં જાણીતું બન્યું હતું.
આ સમાચાર પણ વાંચો: ધીરે ધીરે સાજા થઈ રહ્યા છે રાજુ શ્રીવાસ્તવ-જાણો કોમેડિયનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અપડેટ વિશે