News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર વિધાનસભામાં(Maharashtra Assembly) વિલેપાર્લે(Vileparle) વિસ્તારથી ધારાસભ્ય(MLA) તરીકે ચૂંટાઈ આવેલા અમિત સાતમે(Amit Satam) મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરને(BMC Commissioner) સાણસામાં લીધા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમણે પ્રશ્ન પૂછ્યો છે કે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની કેબિનમાં સાંજે 6 થી રાત્રે 9 દરમિયાન કોણ જાય છે તેની તપાસ કરવામાં આવે. આ માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(Central Bureau of Investigation) ની મદદ લેવામાં આવે. આ ઉપરાંત તેમણે આરોપ લગાડ્યો છે કે ગત ૨૫ વર્ષમાં મુંબઈ શહેરના રોડ રસ્તા વિભાગમાં અબજો રૂપિયાનો ગોટાળો થયો છે. આ ગોટાળા નું ઓડિટ થવું જોઈએ.
આમ મુંબઈ મહાનગરપાલિકા ના કામકાજ પર મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રશ્નો ઉચકવવામાં આવ્યા.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈ સંદર્ભે મોટા સમાચાર-એરપોર્ટની રડાર સિસ્ટમ ગોરાઈમાં શિફ્ટ કરવામાં આવશે