News Continuous Bureau | Mumbai
અમેરિકામાં ધારણા(Perceptions in America) કરતા વધારે ઝડપથી વ્યાજના દર(Interest rates) વધવાના ચાલુ રહેવાના સંકેત વચ્ચે અમેરિકન ડોલરમાં(American dollars) વૈશ્વિક સ્તરે વધુ મજબૂત થઈ રહ્યો છે. ડોલર સામે યુરોપિયન યુનિયનની કરન્સી(Currencies of the European Union) યુરો(Euro) નબળી પડી છે. બે દાયકામાં પહેલી વખત ડોલર સામે યુરો એકના સ્તરથી નીચે આવ્યો છે. એટલે કે ૯૯ સેન્ટ બરાબર એક ડોલર જોવા મળી રહ્યો છે. યુરોની આ નબળાઈના કારણે ભારતીય ચલણમાં(Indian currency) પણ ડોલર વધારે મજબૂત અને યુરો થોડો સસ્તો થયો છે. ભારતમાં કરન્સી બજારમાં(currency market in India) એક ડોલરના ૭૯.૮૪ અને એક યુરોનો ભાવ ૭૯.૩૨ પૈસા રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં(global market) યુરો ડોલર સામે ૦.૯૯૩૧, પાઉન્ડ ૧.૭૬૪ છે. યેન સામે ડોલર ૧૩૭.૪૩ની સપાટી છે. યેનની(Yen) આ ત્રણ સપ્તાહની સૌથી નીચી સપાટી છે. વર્ષ ૧૯૯૯માં જયારે યુરો એક ચલણ તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે તેનો ભાવ ડોલર સામે ૧.૧૯ ડોલર હતો. અમેરિકામાં વર્ષ ૨૦૦૮ની આર્થિક કટોકટી(financial crisis) સમયે ડોલર સામે યુરોનો ભાવ(Euro price) સૌથી ઉંચો ૧.૬૦ થયો હતો. ગત સપ્તાહે ડોલર સામે યુરો ગબડી ૦.૯૯૯૮ થયો હતો જયારે આજે તે ઘટી ૦.૯૯૩૧ થતા બે દાયકામાં સૌથી નીચી સપાટીએ પટકાયો છે. ડોલર સામે યુરો પટકાતા નોન ડીલીવરેબ ફોરવર્ડ માર્કેટ(Non deliverable forward market) કે જે ભારતીય બજાર (Indian market) બંધ થયા પછી ખુલે છે તેમાં ડોલર કરતા યુરો ભારતીય ચલણ(Indian currency) સામે સસ્તો થઇ ગયો હતો ભારતમાં આજે ડોલર સામે રૂપિયો ૭૯.૯૦ની સપાટીએ નરમ ખુલી દિવસના ઉપરના સ્તર ૭૯.૭૮ થઇ દિવસના અંતે ૭૯.૮૪ની આગળના દિવસના બંધ સામે સ્થિર બંધ આવ્યો હતો. યુરો સામે મોડી રાત્રે ભારતીય ચલણ ૭૯.૩૨ની સપાટીએ છે. ભારતીયો માટે હંમેશા ડોલર કરતા યુરો મોંઘો રહ્યો છે પણ પહેલી વખત બન્યું છે કે ડોલર મોંઘો થઇ ગયો છે અને યુરો સસ્તો થઇ ગયો હોય.
આ સમાચાર પણ વાંચો : બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના નિધન બાદ ટ્રસ્ટની કમાન ગુરુના હાથમાં- જાણો કોણ છે નવા ટ્રસ્ટી
અમેરિકામાં ફુગાવો ચાર દાયકાની ઉંચી સપાટીએ છે અને તેને ઘટાડવા માટે અમેરિકન ફેડરલ રિઝર્વ(American Federal Reserve) સતત વ્યાજના દર વધારી રહી છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં અત્યારસુધીમાં વ્યાજનો દર શૂન્ય સામે વધી ૨.૨૫ ટકાથી ૨.૫૦ ટકા થઇ ગયો છે. સપ્ટેમ્બર મહિનાની બેઠકમાં પણ વ્યાજનો દર ૦.૫૦ ટકા કે ૦.૭૫ ટકા વધે એવી શક્યતા છે. અમેરિકામાં વ્યાજના દર વધવાની સાથે અર્થતંત્ર મંદ પડશે એવી ધારણાએ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઈ અને ઓગસ્ટમાં ફુગાવો ઘટી રહ્યો હોવાના સંકેત વચ્ચે શેરબજાર વધ્યા હતા પણ ફેડરલ રિઝર્વ ગવર્નર જેરોમ પોવેલ(Governor Jerome Powell) અને સેન્ટ લુઈના ફેડરલ રિઝર્વ પ્રેસિડેન્ટ જેમ્સ બુલાર્ડના(Federal Reserve President James Bullard of St. Louis) મતે હજુ પણ વ્યાજ દર આક્રમક રીતે વધવા જોઈએ એવું નિવેદન કરતા ફરી શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો છે.
ઊંચા વ્યાજના દર અને શેરબજારમાં વેચવાલીના લીધે રોકાણકારો હાથ ઉપર રોકડ રાખવાનું પસંદ કરી રહ્યા હોવાથી ડોલર વધી રહ્યો છે. અમેરિકન ડોલર ઇન્ડેક્સ (American Dollar Index) આજે ૧૦૯.૦૬ની સપાટીએ છે. ડોલર ઇન્ડેક્સ(Dollar Index) વિશ્વના છ અગ્રણી ચલણ(Leading currency) સામે ડોલરનું મૂલ્ય નક્કી કરે છે.
આ સમાચાર પણ વાંચો : શેરબજાર ક્રેશ- 2 દિવસમાં સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો કડાકો- રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ રૂપિયા સ્વાહા