BMCની કાર્યવાહીના ડરે બોરીવલીની આ સોસાયટીએ પોતે જ બિલ્ડિંગ તોડી પાડવાનું શરૂ કર્યું

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાની(BMC) બોરીવલી આર-સેન્ટ્રલ વોર્ડ(Borivali R-Central Ward) દ્વારા બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવે એ પહેલા જ બોરીવલી(વેસ્ટ)માં સાંઈબાબા નગરમાં(Saibaba Nagar) આવેલી ઓમ શ્રી ગીતાંજલી નગર(Om Sri Gitanjali Nagar) સોસાયટીએ પોતાની જોખમી ઈમારતને તોડવાનું કામ આજે હાથમાં લઈ લીધું છે.

બોરીવલીની 44 વર્ષ જૂની ઓમ શ્રી ગીતાંજલી નગર સોસાયટીની જોખમી બે વિંગને તોડી પાડવા માટે હાઈકોર્ટે સોમવાર સુધીની મુદત આપી હતી, સોમવાર સુધી સોસાયટીને કોન્ટ્રેક્ટર મળ્યો નહોતો. તેથી આર-સેન્ટ્રલ વોર્ડ દ્વારા આજથી આ ઈમારતની જોખમી વીંગને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવવાની હતી. તે મુજબ આજે પાલિકાની ટીમ ઈમારતમાં પહોંચી ગઈ હતી. જોકે તે પહેલા જ સોસાયટીએ પોતે જ તોડવાનું કામ હાથમાં લઈ લીધું હતું.

આર-સેન્ટ્રલ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર(Assistant Commissioner) નિવૃતિ ગોંધલીએ(Nivriti Gondhali) ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે સોમવારે સોસાયટીએ તેમને કોન્ટ્રેક્ટર મળ્યો ન હોવાથી જોખમી ઇમારત ડીમોલીશ કરી નહોતી. તેથી આજે આર-સેન્ટ્રલ વોર્ડ દ્વારા તેને તોડી પાડવામાં આવવાની હતી. તેથી પાલિકાના કર્મચારીઓ(Municipal employees) કાર્યવાહી કરવા ગયા હતા. જોકે તે અગાઉ જ સોસાયટી દ્વારા ઈમારતના પરિસરમાં બેરીકેટ્સ લગાવી દેવામાં આવ્યા હતા અને બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. તેથી પાલિકાની ટીમ પાછી ફરી હતી. હવે સોસાયટી જ આ ઈમારત તોડી રહી છે. તેથી પાલિકાએ કંઈ કરવાનું રહેતું નથી.

આ સમાચાર પણ વાંચો : ગણેશોત્સવ માટે મંજૂરી લેવાનો આજે છેલ્લો દિવસ- મુંબઈમાં આટલા મંડળોને મળી મંજૂરી

અહીં ઉલ્લેખનીય છે કે બોરીવલીની આ બિલ્ડિંગની એ વિંગ શુક્રવારે બપોરના લગભગ 12 વાગ્યાની આસપાસ તૂટી પડી હતી. બિલ્ડિંગ તૂટી પડવાના બે કલાક પહેલા જ તેમાં રહેતા ત્રણ પરિવારે બિલ્ડિંગ ખાલી કરી નાખી હતી. તેથી સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. બાકીની ત્રણ વિંગમાં  રહેતા 30 પરિવારે તુરંત જ આ વિંગ તૂટી પડયા બાદ ઈમારત ખાલી કરી નાખી હતી.

બિલ્ડિંગમાં ધ્રુજારી આવતી હોવાની ફરિયાદ કર્યા બાદ પાલિકાએ શનિવારે બી-1 વિંગ તોડી પાડી હતી. ત્યારબાદ પાલિકાએ હાઈ કોર્ટમાં આ  જોખમી ઈમારતને મુદ્દે અરજી કરી હતી, જેમાં કોર્ટે 48 કલાકની મુદત આપીને સોસાયટીને તેમની બિલ્ડીંગ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ સોસાયટીના કમ્પાઉન્ડમાં 13 ઈમારતો છે, તેમાંથી ચારને 2020માં જર્જરિત, જોખમી જાહેર કરવામાં આવી હતી.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More