News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક સમયથી અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અલગ અલગ બ્રાન્ડ(brand)ના સ્માર્ટફોન બોમ્બ(smartphone)ની જેમ ફાટ્યા. હાલમાં જ ભારત(India)માં પણ આવો એક અકસ્માત(Accident) જોવા મળ્યો જ્યાં ચાઈનીઝ સ્માર્ટફોન(chinese smart phone) નિર્માતા કંપની શાઓમી(xiaomi)નો એક સ્માર્ટફોન અચાનક બ્લાસ્ટ થયો.
મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના બાટઘાટની એક રિપેર શોપ(repair shop)માં ઘટી હતી. આ ઘટના સીસીટીવી કેમેરા(CCTV camera)માં કેપ્ચર થઈ ગઈ હતી. આ ઘટના અંગે દુકાનદારે જણાવ્યું કે એક વ્યક્તિ પોતાનો સ્માર્ટફોન રીપેર કરાવવા માટે આવ્યો હતો. કારણ કે તેના ફોનની બેટરી ફૂલવા લાગી હતી.
દુકાનદારનું એવું કહેવું છે કે ફોન તેની દુકાને હતો ત્યારે અચાનક તેના પર ફોન આવ્યો. રિંગ વાગતા જેવો તેણે સ્માર્ટફોન પોતાના હાથમાં લીધો કે તે બોમ્બની જેમ ફાટ્યો. જોકે સદનસીબે આ અકસ્માતમાં દુકાનદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને ઇજા થઈ નથી.
આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- હરિયાણામાં એક યુવક પોતે જીવતો હોવાની કાનૂની લડાઈ લડી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે આ રીતની ઘટનાઓ પહેલા પણ ઘટી ચૂકી છે અને મોટાભાગના કેસમાં કારણ બેટરી સંલગ્ન જોવા મળ્યું છે
સ્માર્ટફોનનું ફાટવું આજે એટલું સામાન્ય થઈ ગયું છે કે તે ગમે તેની સાથે ઘટી શકે છે. આવું તમારી સાથે ન થાય તે માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જાેઈએ. અમે તમને જણાવીએ કે એવી કઈ ભૂલ છે જેનાથી તમારે બચવું જાેઈએ જેથી કરીને તમારો સ્માર્ટફોન બ્લાસ્ટ ન થાય. સામાન્ય રીતે સ્માર્ટફોન જ્યારે ગરમ થઈ જાય એટલે બ્લાસ્ટ થતો હોય છે. આવું ત્યારે થાય જ્યારે ફોનને જરૂરિયાત કરતા વધુ સમય માટે ચાર્જ કરવામાં આવે. કે પછી ચાર્જ કરતી વખતે તમે ફોન યુઝ કરો. આ પ્રકારની ભૂલો જે ખૂબ સામાન્ય છે તે આપણે કરવી જોઈએ નહીં. આ ભૂલોથી બચશો તો સ્માર્ટફોન વિસ્ફોટ જેવી દુર્ઘટનાઓથી બચી શકશો.
આ સમાચાર પણ વાંચો : સરકાર સસ્તામાં સોનું વેચી રહી છે – જાણો ભારત સરકારની નવી યોજના અને સોનાના ભાવ