News Continuous Bureau | Mumbai
મુંબઈમાં BESTની બસના(BEST buses) પાસમાં(BEST Pass) સ્કૂલના વિદ્યાર્થીઓને(school students) તો ડિસ્કાઉન્ટ મળે છે. હવે અંડરગ્રેજ્યુએટ(Undergraduate) અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને(Post graduate students) પણ બેસ્ટના પાસમાં ડિસ્કાઉન્ટ મળવાનો છે.
અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પણ BESTની બસનો પાસ મળવો જોઈએ એવું મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ(Eknath Shinde) ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું, તેના બીજા દિવસે જ BEST ઉપક્રમે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે 22 ઓગસ્ટ, 2022થી બેસ્ટની બસમાં રાહતના દરે પ્રવાસ કરવાની મંજૂરી આપી છે.
બેસ્ટ ઉપક્રમની જાહેરાત મુજબ હવેથી માસિક 100 ટ્રીપ સાથેનો પાસ અગાઉ 999 રૂપિયામાં હતો, તે હવે કન્શેશન(concession) સાથે 500 રૂપિયામાં મળશે. જ્યારે ક્વોટરલી પાસ(Quarterly Pass) 1,500 રૂપિયામાં તો છ મહિનાનો પાસ 2,500 રૂપિયામાં મળશે.
આ સમાચાર પણ વાંચો : દહીંહાંડીના ઉત્સવમાં ગોવિંદાઓ ભુલ્યા ભાન 5 – 10 નહીં પણ હજારો દંડાયા. આંકડો જાણી આંખો પહોળી થઈ જશે
બેસ્ટ ઉપક્રમની જાહેરાત મુજબ 22 ઓગસ્ટથી વિદ્યાર્થીઓ BESTની “ચલો એપ” થી ઓનલાઈન અથવા સ્માર્ટ કાર્ડથી નજીકના બેસ્ટ ડેપોમાં પાસ મેળવી શકશે.
બેસ્ટે શુક્રવારે કરેલી જાહેરાત મુજબ પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માસિક પાસ 200 રૂપિયામાં, ત્રણ મહિનાનો પાસ 600 રૂપિયામાં અને છ મહિનાનો પાસ 1,000 રૂપિયામાં મેળવી શકશે. તો પાંચમા ધોરણથી દસમા ધોરણના વિદ્યાર્થીઓ માસિક પાસ 250 રૂપિયા, ત્રણ મહિનાનો 750 રૂપિયા અને છ મહિનાનો પાસ 1,250 રૂપિયામાં મેળવી શકશે.
જુનિયર કોલેજમાં(junior college) એટલે કે અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ 100 ટ્રીપ સાથેનો મલ્ટી પાસ 649 રૂપિયાનો પાસ 350 રૂપિયામાં લઈ શકશે. ત્રણ મહિનાનો પાસ 1,050 રૂપિયામાં અને છ મહિનાનો પાસ 1,750માં લઈ શકશે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવાયો દહીં-હાંડીનો તહેવાર- મુંબઈમાં આટલા ગોવિંદા થયા ઘાયલ, કરાયા આ હોસ્ટિપલમાં દાખલ