News Continuous Bureau | Mumbai
15મી ઓગસ્ટે આપણે આપણી આઝાદી(Independence day)ના 75 વર્ષની ઉજવણી કરી. આખો દેશ દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. દરમિયાન આપણા પાડોશી(neighbour country) દેશ તરફથી પણ એક ખાસ ભેટ આવી છે. આ પાકિસ્તાન(Pakiastan) નો પાડોશી દેશ છે, જ્યાં એક કલાકારે ભારત(India)ને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કર્યો છે.
Here’s a gift for my viewers across the border. pic.twitter.com/apEcPN9EnN
— Siyal Khan (@siyaltunes) August 14, 2022
આ તકે પાકિસ્તાની રબાબ કલાકાર સિયાલ ખાન (Pakistani Rabab Artist Siyal Khan) એ ભારતને ખાસ શુભકામનાઓ મોકલી છે. શાંત પહાડો અને હરિયાળીના બેકગ્રાઉન્ડની સાથે સિયાલ ખાને(Siyal Khan) પોતાના ગીટાર પર ભારતીય રાષ્ટ્રગાન ‘જન મન ગણ’ (India's national anthem – Jana Gana Mana)વગાડ્યું છે. સિયાલ ખાનની શાનદાર ધુનને સાંભળ્યા બાદ બંને દેશના લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક ભારતીય યૂઝરે કહ્યું કે 'જન ગણ મન'ની ધૂન સંભળાવી સિયાલે દિલ જીતી લીધું.
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય – હર ઘર તિરંગા થીમ માટે યુવકે અધધ આટલા લાખના ખર્ચે કારને તિરંગાથી રંગી- PM ને મળવા કાર લઈને પહોંચ્યો દિલ્હી- જુઓ વિડિયો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે સિયાલ ઉંડા પહાડો પર બેઠો છે અને હાથમાં રબાબ(Rabab) લીધેલું છે. કુલ એક મિનિટ 22 સેકેન્ડના વીડિયોમાં સિયાલે પોતાના રબાબ પર રાષ્ટ્રગાન વગાડ્યું છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, અહીંથી સરહદ પારના દર્શકોને ભેટ. રાષ્ટ્રગાનની ધુન એટલી સુંદર છે કે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સિયાલ ખાને ફના ગીતની શાનદાર પ્રસ્તુતી આપી હતી. પ્રતિભાશાળી કલાકારે એક વીડિયો શેર કર્યો, જેમાં તે જાણીતુ ગીત પસૂરી વગાડતો જોવા મળી રહ્યો છે.પસૂરી અને મેરે હાથ મેં સિવાય સિયાલે પ્રતિષ્ઠિત ગીત ગુલાબી આંખેમાં પણ હાથ અજમાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની જોરદાર બેટિંગ – શહેરમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી- હવામાન વિભાગએ જારી કર્યું આ એલર્ટ