News Continuous Bureau | Mumbai
મુંબઈમાં મંગળવાર સવારથી વરસાદ પડી રહ્યો છે. જોકે બપોર પછી વરસાદની તીવ્રતા વધી જતાં મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સ્થિતિ પેદા થઈ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે 1.5 ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) છે. પાણી ભરાવાને કારણે ભરાવાને કારણે અંધેરી સબવે વાહનોની અવરજવર(Transportation) માટે બંધ કરવામાં આવ્યો છે, ટ્રાફિકને ગોખલે બ્રિજ જંક્શન(Gokhale Bridge Junction) થઈને SV રોડ તરફ વાળવામાં આવ્યો છે. દરમિયાન મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે(Mumbai Regional Meteorological Department) યલો એલર્ટ(Yellow Alert) જારી કરીને જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં ભારે વરસાદની(Heavy rain) પણ શક્યતા છે.
દક્ષિણ મુંબઈમાં(South Mumbai) છેલ્લા છ કલાકમાં 40-50 મીમી વરસાદ નોંધાયો છે. પરેલ(parel), હાજી અલી(Haji Ali), ગીરગાંવ(Girgaon), મુંબઈ સેન્ટ્રલ(Mumbai Central), ગ્રાન્ટ રોડ(Grant Road) સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. પરેલમાં છ કલાકમાં 50.79 મીમી જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. ચેમ્બુરમાં(Chembur) પણ 50 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઘાટકોપર(Ghatkopar), વિદ્યાવિહાર(Vidyavihar), મરોલ વિસ્તારમાં(Marol area) વરસાદનો કોઈ રેકોર્ડ નથી. પરંતુ બપોર બાદ ભાંડુપ(Bhandup) અને મુલુંડ(Mulund) સુધી વરસાદનું જોર વધવાની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની બેટિંગ- ધોધમાર વરસાદથી મુંબઈ થયું પાણી પાણી- અંધેરી સબ વે કરવો પડ્યો બંધ- જુઓ તસવીરો
જ્યારે પશ્ચિમી ઉપનગરોમાં(Western Suburbs) ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જ્યારે ઉત્તર પશ્ચિમ ઉપનગરોમાં બોરીવલી, દહિસર અને મલાડમાં ભારે વરસાદ થયો હતો. જોકે, સમગ્ર મુંબઈમાં ચિંચોલી ફાયર સ્ટેશનમાં(Fire station) સૌથી વધુ વરસાદ પડ્યો છે. ચિંચોલી ફાયર સ્ટેશનમાં 78.48 મીમી જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે